કપડવંજમાં સોના-ચાંદીના દાગીના સાથે શખ્સ પકડાયો
- કપડવંજ શહેર અને બાલાસિનોરમાં ચોરી કર્યાનું કબૂલ્યું
- 1 લાખ રૂપિયા રોકડા, 90,000 ના દાગીના સહિત કુલ રૂા. 2.50 લાખનો મુદ્દામાલ કબજે
કપડવંજ ટાઉન પોલીસના પીએસઆઇ ડી.આર. બારૈયા અને સર્વેલન્સના માણસો પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગમાં હતાં, તે દરમિયાન નદી દરવાજા આગળ વાહન ચેકીંગ વખતે એક ઇસમ મોટરસાઇકલ લઇ આવતા શંકાસ્પદ જણાતાં તેને રોકી પુછપરછ કરતા પોતે પોતાનુ નામ આસીકભાઇ નિયાઝભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહે.કટારીયા આરા, નદી દરવાજા પાસે, મુ.તા.કપડવંજ, જી ખેડાનો હોવાનુ જણાવ્યું હતું. અને શંકાસ્પદ ઇસમની અંગજડતી કરતાં તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ નાણા રૂ.૧,૦૦,૦૦૦/- મળીને કુલ.રૂ.૧,૯૦,૫૦૦/- ની છે.
મોબાઇલ ફોન નઃગ-૧ કુલ કિંમત.રૂ.૧૦,૦૦૦/-, મોટરસાઇલ જેની કુલ કિંમત રૂ.૫૦,૦૦૦/- કુલ રૂા. ૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ કપડવંજ શહેર તથા બાલાસિનોર પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.જેથી પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.