મોટી અડબોલી રોડ પરથી દારૂના 77 ક્વાટર્સ સાથે શખ્સ ઝડપાયો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
મોટી અડબોલી રોડ પરથી દારૂના 77 ક્વાટર્સ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- રૂા. 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ

- કાકરખાડનો શખ્સ વેજલપુર વિસ્તારમાં વિદેશી દારૂ છૂટક વેચવા આવતો હતો

નડિયાદ : મહેમદાવાદ પોલીસે અડબોલી રોડ ઉપરથી વિદેશી દારૂ સાથે બુટલેગરને કુલ રૂ. ૭,૯૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે  પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન પોલીસ હલધરવાસ ઘોડાસર રોડ ઉપરથી પસાર થતી હતી. ત્યારે બાતમી મળેલી કે મોટી અડબોલી રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતો ઇસમ પસાર થનાર છે. જેથી પોલીસે ગોઠવેલ વોચ દરમ્યાન એક ઈસમ આવતા તેની પૂછપરછ કરતાં ભાઈજી ઉર્ફે કાળુ સોમાભાઈ ખાંટ (રહે. વડનગર, હલધરવાસ)નો હોવાનું જણાવ્યું હતું. આ ઈસમ પાસેથી વિદેશી દારૂની ક્વાર્ટર નંગ ૭૭ કિંમત રૂ. ૭,૭૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અંગઝડતીમાંથી રૂ. ૨૮૦ કબજે કર્યા હતા. આમ મહેમદાવાદ પોલીસે કુલ રૂ. ૭,૯૮૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ ઇસમની પૂછપરછમાં ધર્મેન્દ્ર ઉર્ફે મેલાજી ચંદુભાઈ ડાભી રહે. કાકરખાડ વેજલપુર વિસ્તારમાં વિદેશી દારૂ છૂટક વેચાણ કરવા આપતો હોવાનું તેમજ આ બુટલેગર ફરાર હોવાનું જણાવ્યું છે. આ અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News