મળસ્કે દૂધ લેવા ગયેલા આધેડનું પિકઅપ ગાડીની અડફેટે મોત
- આમોદ નેશનલ હાઇવે નં. 64 ઉપર
- પોલીસે પિકઅપ ગાડી કબજે લઇ અકસ્માત સર્જી ફરા થયેલા ચાલકને શોધવા કાર્યવાહી હાથ ધરી
આમોદની પુરસા રોડ નવીનગરીમાં રહેતા ઐયુબભાઈ અલભા ખોખર ઉ.વ.૫૨ આજ રોજ સવારના પાંચ કલાકે પ્રાથમિક શાળા પાસે આવેલી રાજ પ્રોવિઝન સ્ટોર ઉપર દૂધ લેવા માટે જતાં હતાં ત્યારે નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર પાછળથી દૂધ લઈને આવતી પિક અપ ગાડીના ચાલકે પુરઝડપે હંકારી લાવી પાછળથી ઐયુબભાઈ અલભા ખોખરને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.જ્યારે પિકઅપ વાન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો.આમોદ પોલીસે મરણ જનારના પુત્ર ઇલ્યાસભાઈની ફરિયાદ નોંધી પિક અપ વાન કબજે લઈ ગાડીના ચાલકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
સ્પીડ બ્રેકર મૂકવાની લોકની માગણી
આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ પહેલાથી જ સતત વિવાદોમાં રહ્યો હતો.પહેલા બિસ્માર માર્ગને કારણે અકસ્માતોની ઘટના સર્જાતી હતી.જેની અનેક રજૂઆતો બાદ રોડનું કામ શરૂ ાૃથયું પણ રોડ તૈયાર ાૃથયા બાદ પણ સ્પીડબ્રેકર મૂકવામાં નહી આવતા લોકોમાં એજન્સી સામે નારાજગી જોવા મળતી હતી.જે બાબતે કોન્ટ્રાકટર દ્વારા સ્પીડબ્રેકર મૂકવા અંગે બાહેંાૃધરી આપી હતી.પરંતુ આજદિન સુાૃધી સ્પીડ બ્રેકર મૂકવામાં નહી આવતા આજ રોજ એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.