ભેંસો ચરાવતા આધેડનો પગ લપસતા પાણીના વહેરામાં ડૂબી જવાથી મોત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ભેંસો ચરાવતા આધેડનો પગ લપસતા પાણીના વહેરામાં ડૂબી જવાથી મોત 1 - image


- ઠાસરાના પીપલવાળા ગામમાં અઠવાડિયામાં બીજી ઘટના

- આધેડને ગામના યુવાનોએ ખાટલામાં બાંધી બહાર કાઢ્યા

ઠાસરા : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીપલવાળા ગામના મહાદેવ મંદિરવાળા ફળિયામાં રહેતા આધેડ આજે સવારે પોતાની ભેંસો ચરાવવા ગામના ગોચરમાં ગયા હતાં જ્યાં શેઢી નદીના અને વરસાદી પાણીના મોટા વહેતા વહેરાની પાળ ઉપરથી પગ લપસી જતા વહેરામાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. ચાર દિવસ અગાઉ ગામના યુવાનનું પણ ડૂબવાથી મોત થયું હતું.

પીપલવાડા ગામના મહાદેવ પાછળ આવેલા પાણી ભરેલા તળાવ જેવા મોટા વેહેરો પાણીથી ભરેલો હતો. ચીકણી માટી હોવાથી ગામના આધેડ ભારતભાઈ પ્રભાતભાઈ રાઠોડ આજે ભેંસો ચરાવતા હતા. અચાનક પાણી ભરેલા વેહરાની પાળ ઉપરથી પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ જઈ ડુબવા લાગ્યા હતા. જાહેર રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ બૂમાબૂમ કરતા ગામના યુવાનો બચાવવા વહેરામાં પડવા છતાં ભારતભાઈનું ડૂબી જઈને મૃત્યુ પામ્યા હતા. આધેડને ગામના યુવાનોએ પાણીમાંથી બહાર પીપલવાડા ગામમાં લાવતા વધુ પાણી પી જવાથી મરણ પામતા મરણ જનારને ખાટલામાં નાખીને વહેરામાંથી બહાર રઢાયા હતા. 

તાત્કાલિક આધેડને ઠાસરા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડાક્ટરે પીએમ કરીને તેમના કુટુંબીજનોને ડેથબોડી સુપ્રત કરી હતી.

ઠાસરા તાલુકાના પીપલવાડા ગામમાં છેલ્લા ૬ દિવસમાં શેઢીના પાણીમાં બે જણા ડૂબી જવાથી મરણ પામતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ચાર દિવસ પહેલા પીપલવાળા ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા ૨૯ વર્ષના અરુણભાઈ ભાઈલાલભાઈ પ્રજાપતિનું ડૂબી જવાથી મરણ થયું હતું. 

ઠાસરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પીપલવાળાના નાગરિક પ્રવિણસિંહ ભારતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પીપલવાળાથી કોઠાના મુવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પાણીનો એક મોટો વહેરો પસાર થાય છે. વહેરા ઉપર જાહેર રસ્તો છે પણ અવર- જવર માટે માટે રસ્તા ઉપર નાળું (સાઇફન) ના હોવાથી ચોમાસામાં પાણીના ઊંડા વહેરામાંથી જાનના જોખમે ખેડૂતો અને સ્થાનિકોને પસાર થવું પડતું હોવાથી દર વર્ષે અકસ્માત થયા કરે છે.


Google NewsGoogle News