તારાપુર-કાનાવાડા રોડ પર ઇસરવાડા ગામ પાસે વિશાળ વૃક્ષ ધરાશાઈ
- રોડ બંધ થઈ જવાના કારણે વાહનચાલકો અટવાયા : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો
તારાપુર : આજે સવારનાં સુમારે તારાપુર - કાનાવાડા રોડ પર ઈસરવાડા ગામ પાસે એક વિશાળ વૃક્ષ ધરાશાઈ થયું હતું. રસ્તાની બાજુનું વિશાળ વૃક્ષ ધરાશાઈ થતા તારાપુર- કાનાવાડા રોડ બંધ થયો હોવાથી તારાપુર આવતા અને પરત ફરતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા હતા.
રસ્તા તરફ નમી પડેલા વિશાળ વૃક્ષ કાપવા સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને અનેક રજુઆત કરવામાં આવી હતી, છતાં રસ્તા તરફ નમેલું વિશાળ વૃક્ષ કાપવામાં ન આવતા તોતિંગ વૃક્ષ રસ્તા પર ધરાશાઈ થયું હતુ. લોકોની ભારે અવરજવરવાળા રસ્તા પર વિશાળ વૃક્ષ ધરાશાઈ થવાની ઘટનામાં સદનસિબે કોઈ જાનહાની થવા પામી ન હતી.