બાલાસિનોરના ઓધવજીના મુવાડા ગામમાં કાર ચાલકે બાળકીને કચડી
- 6 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત
- બાળકીને ટક્કર માર્યા બાદ ફરી કાર ચઢાવી ચાલક કાર લઈ કડાછલા તરફ ફરાર થઈ ગયો
બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના ઓધવજીના મુવાડા ગામની સીમમાં રસ્તા પર જઈ રહેલી છ વર્ષની બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત થયું હતું. ઘટનાને પગલે બાલાસિનોર પોલીસે તપાસ હાથ ધરી છે.
બાલાસિનોરના દેવથી લુણાવાડા તરફ જતા રોડની બાજુમાં મશીબેન ડાહ્યાભાઈ તલાર અને છ વર્ષની બાળકી ત્રિષા રસ્તાની બાજુમાં ચાલી રહ્યા હતા. આ સમયે દેવ તરફથી આવતી કારના ચાલકે છ વર્ષની બાળકી ત્રિષાને જોરદાર ટક્કર મારી દીધી હતી. બાદમાં કાર ચાલક બાળકી પર કાર ચઢાવીને ભાગી ગયો હતો. અકસ્માત થતા ખેતરમાં કામ કરી રહેલા સંબંધીઓ દોડી આવ્યા હતા પરંતુ, ચાલક કાર લઈને કડાછલા તરફ ભાગી ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરા તા બનાવ સ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત કરીને કાર લઈને ભાગી ગયેલા ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.