કપડવંજના હીરાપુરામાં ગટરના પાણી ઉભરાતા સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
કપડવંજના હીરાપુરામાં ગટરના પાણી ઉભરાતા સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો 1 - image


- એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે 

- રસ્તા ઉપર ઉભરાતી ગટરના પાણી- ગંદકી માટે શ્રમદાન કેમ ન કરાયું તેવી ચર્ચા વચ્ચે લોકોમાં રોષ

કપડવંજ : એક તરફ ગુજરાતભરમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હતું ત્યારે બીજી તરફ કપડવંજ તાલુકાના હીરાપુરા ગામમાં ગટરના દુર્ગંધ મારતા પાણી વહેતા જોવા મળ્યા હતા. ત્યારે સ્વચ્છતા અભિયાનમાં રસ્તા ઉપર ઉભરાતી ગટરના પાણી અને ગંદકી માટે શ્રમદાન કેમ અપાયું નહોતું તેવી ગામમાં ચર્ચાઓ થઈ રહી હતી.

એક તરફ વડાપ્રધાનની સૂચનાથી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના અલગ કાર્યક્રમો થકી સ્વચ્છ સમગ્ર ભારત સહિત ગુજરાતને સ્વચ્છ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે શ્રમદાનના કાર્યક્રમ થકી કપડવંજ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં એક કલાક તમામ સંસ્થાઓ, ગામના આગેવાનો, પંચાયત સભ્યો, શિક્ષકો આંગણવાડી કાર્યકર, પોલીસ વિભાગો તેમજ પોલીસ કર્મી તમામ સંયુક્ત પ્રયાસોથી ગામોને સ્વચ્છ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.  ત્યારે બીજી તરફ કપડવંજ તાલુકાના હીરાપુરા ગ્રામ પંચાયતના ગામમાં પ્રવેશતા જ રસ્તા ઉપર આવેલા સોલંકી વિજયભાઈ શનાભાઇના મકાન આગળ છેલ્લા ઘણા સમયથી કાદવ- કિચડમાં લીલ જામી ગઈ છે તેમજ દુર્ગંધ સહન કરવી પડી રહી છે. ઉપરાંત ગામના સરપંચને વારંવાર જણાવવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. ગામના સરપંચ જશું સોલંકીના રહેઠાણ તરફથી અને પૂર્વ સરપંચના વિસ્તારના રસ્તે જ ગટર ઉભરાઈ હતી. આસપાસના રહિશોને દુર્ગંધ મારતી હતી. ત્યારે પ્રશ્ન એ ઉભો થયો હતો કે એક કલાક શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં આ રસ્તા ઉપર ઉભરાતી ગટરના પાણીની તેમજ ગંદકી માટે કેમ શ્રમદાન અપાયું નહોતું તેવી ગામમાં ચર્ચાઈ રહ્યંઆ હતું.


Google NewsGoogle News