સિંહુજ ચોકડીથી 3.32 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
સિંહુજ ચોકડીથી 3.32 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો 1 - image


- એલસીબીની મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ

- ફિલ્મી ઢબે પીછો કરતા દારૂ ભરેલી કાર રોડ સાઈડમાં ઉતારી ચાલક ભાગવા જતા પોલીસે પકડી પાડયો

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના સીંહુજ ચોકડી અકલાચા રોડ ઉપરથી કારમાં વિદેશી દારૂ ભરીને જતા ચાલકને એલસીબી ખેડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડયો હતો. પોલીસે ગાડીમાંથી રૂા. ૩.૩૨ લાખની વિદેશી દારૂની ૨,૫૦૮ બોટલો સહિત રૂા. ૬,૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી મહેમદાવાદ પોલીસમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ કાલે રાત્રે એલ.સી.બી. ખેડા પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન સિંહુજ ચોકડી પાસે આવતા કાર વિદેશી દારૂ ભરીને અકલાચા ચોકડીથી સીહુંજ ચોકડી તરફ આવી હતી. દરમ્યાન પોલીસે ગાડીના ચાલકને ગાડી રોકવાનો ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી હંકારી મૂકી હતી. જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ગાડીનો ચાલક ગાડી રોડની સાઈડમાં ઉતારી ભાગતા પોલીસે તેને ઝડપી પાડયો હતો. બાદમાં તેની પુછપરછ કરતા તેણે નામ વિકાસકુમાર હાપુરામ ખીચડ (બિસ્નોઇ) (રહે. ગામ-કરવાડા, તા.રાનીવાડા જી.સાંચોર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ ૨,૫૦૮ કુલ કિંમત રૂા.૩,૩૨,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ બે કિંમત રૂ.૫,૫૦૦ તથા અંગઝડતીના રોકડા રૂ.૮૫૦ મળી કુલ કિંમત રૂ.૬,૩૮,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વિદેશી દારૂ આપનાર બલવંત ઠાકુર (રહે. સાંચોર, રાજસ્થાન) મળી આવેલો નથી. આ બનાવ સંદર્ભે એલસીબી ખેડા પોલીસે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News