Get The App

ઉત્તરસંડાની ડૉક્ટર યુવતીએ નડિયાદની કેનાલમાં ઝંપલાવ્યું

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ઉત્તરસંડાની ડૉક્ટર યુવતીએ નડિયાદની કેનાલમાં ઝંપલાવ્યું 1 - image


- ગરબા રમીને બંને બહેનો ઘરે જતી હતી

- 'તું ઘરે જા હું આવું છું' કહી બહેનની નજર સામે જ યુવતી પાણીમાં કૂદી 

નડિયાદ : નડિયાદમાં કોલેજ રોડ પરની કેનાલમાં યુવતીએ પડતું મૂક્યાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ બનાવ સ્થળે દોડી જઈ શોધખોળ આદરી હતી. પરંતુ યુવતીની કોઈ ભાળ મળી આવી નહોતી. યુવતી ફિલિપાઈન્સમાં એમબીબીએસ થયેલી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગરબા રમીને ઘરે પરત ફરતી વેળાએ પિતાને લેવા માટે બોલાવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ યુવતીએ કેનાલમાં ઝંપલાવી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ક્રિશ્ચયન વિસ્તારમાં રહેતી ૩૦ વષય ડેઇઝી જશુભાઇ પરમારે કોઈ કારણસર નડિયાદ પાસેની કોલેજની નહેરમાં ઝંપલાવ્યું હતું. આજે વહેલી સવારે ગરબાની રમઝટ માણી આ યુવતીએ કોઈ અગમ્ય કારણોસર નહેરના પાણીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી નહેરના પાણીમાં શોધખોળ આદરી હતી. પરંતુ યુવતીની કોઈ ભાળ મળી આવી નહોતી. ડેઈઝી પરમારના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઝંપલાવનાર દીકરી એમબીબીએસ થયેલી છે અને ફિલિપાઇન્સમાં ભણી છે. ગતરોજ ગરબા ગાવા ડેઈઝી પોતાની નાની બહેન સાથે નીકળી હતી. જે બાદ વહેલી સવારે બંને પરત આવતા કોલેજ રોડની નહેર પાસે નાની બહેનને કહેલું કે, તું ઘરે જા હું આવું છું તેમ કહી તેણીની નજર સામે જ ડેઈઝીએ નહેરના પાણીમાં ઝંપલાવ્યું હતું.  આ બનાવ મામલે ફાયર ઓફિસર ચિરાગભાઈ ગઢવીએ જણાવ્યું છે કે, અમને વહેલી સવારે પાંચ વાગ્યે કોલ મળેલો હતો. કે કોઈ યુવતી કેનાલના પાણીમાં પડી છે. જે બાદ અમે અને અમારી ટીમ દ્વારા કેનાલ ખાતે દોડી જઈ કેનાલના પાણીમાં શોધખોળ આદરી હતી. દોરડા, ટાયર મારફતે અંધારામાં પરોઢિયેથી સવારે ૧૦ વાગ્યા સુધી શોધખોળ આદરી પણ ભાળ મળી આવી નહોતી.માહિતી મુજબ યુવતીએ ગરબા રમીને ઘરે જતા સમયે પિતાને કોલ કરી અને લેવા માટે પણ બોલાવ્યા હતા. આ વચ્ચે જ ડેઈઝીએ કેનાલમાં ઝંપલાવી દીધુ છે. જેથી પરીવારમાં ભારે શોકની લાગણી વ્યાપી છે.


Google NewsGoogle News