Get The App

કઠલાલમાં અઢી વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
કઠલાલમાં અઢી વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો 1 - image


- બાળકનું રહસ્યમય મોત, પોલીસે તપાસ આદરી

- રમતી વેળાએ અન્ય બાળકો દ્વારા ધક્કો વાગ્યો હોવાની શક્યતા

નડિયાદ, કઠલાલ : કઠલાલમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના ધાબા પર પાણીની ટાંકીમાંથી અઢી વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ અંગે પોલીસને જાણ થતા કઠલાલ પોલીસે આ અંગે તપાસ આદરી છે. બાળકની ઓળખ થઈ ગઈ છે, પરંતુ કેવી રીતે ઘટના બની છે, તે અંગે તપાસ ચાલી રહી છે, તેમજ પ્રાથમિક તપાસમાં બાળકો રમતા હોય, તે દરમિયાન બનાવ બન્યો હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે. 

કઠલાલના બજારમાં એક ખાનગી હોસ્પિટલના ધાબા પર મૂકેલી પાણીની ટાંકીમાંથી આજે ભારે દુર્ગંધ આવતી હોય ડોક્ટર દ્વારા તપાસ કરતા ટાંકીમાં એક અઢી વર્ષીય બાળકનો મૃતદેહ નજરે પડયો હતો. ડોક્ટરે આ અંગેની જાણ કઠલાલ પોલીસને કરી હતી. જેથી કઠલાલ પોલીસે ઘટના સ્થળે જઈ પાણીની ટાંકીમાંથી અઢી વર્ષીય બાળકની લાશ બહાર કાઢી છે અને તેની ઓળખ કરી છે. પોલીસસૂત્રો વર્તૃળોમાથી મળતી માહિતી મુજબ બે દિવસથી આ અઢી વર્ષનો બાળક લાપતા હોવાની માહિતી પોલીસમાં હોય પોલીસે આ ગુમ થયેલ બાળકના વાલીને બોલાવીને લાશ બતાવતા તેમણે આ લાશ ઓળખી નાખી હતી. 

જ્યારે આ બનાવ સંદર્ભે કઠલાલ પીએસઆઇ ભીમાણીને પુછતાં તેઓએ જણાવ્યું હતુ કે, કઠલાલ પ્રોપરમા શ્રમજીવી પરિવારનો આ બાળક રહે છે. બાળકો રમતા હોય ત્યારે આ ઘટના બની હોવાની શક્યતા હોય પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમા એક ૧૧ વર્ષીય બાળકનું આ કારસ્તાન હોવાની પણ માહિતી અમને મળી છે પણ આ માહિતીની ખરાઈ કરવા કામે પોલીસ લાગી છે. આ લખાય છે ત્યારે પોલીસે જીણવટ ભરી માહિતી મેળવવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News