Get The App

નડિયાદ ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Updated: Dec 31st, 2022

GS TEAM


Google News
Google News
નડિયાદ ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓની  ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ 1 - image


- 2021-22 ની સરખામણીમાં ગુનાની વધઘટનો ગ્રાફ ચકાસાયો

- સાઈબર ક્રાઇમના કેસ સહિત દેશી દારૂના વધતા કેસ અટકાવવા સૂચના અપાઇ

નડિયાદ : નડિયાદ ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શનિવારે  જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ સાથે ડી.જી.પી.એ ક્રાઈમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લામાં વધતાં જતાં સાઈબર ક્રાઇમના બનાવો તેમજ અન્ય બાબતો પર ક્રાઈમ રિવ્યુ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નક્કર કાર્યવાહી કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. 

રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ આજે નડિયાદ  જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે  પોલીસ અધિકારીઓ સાથે  બેઠક યોજી હતી. આ બેઠકમાં રેન્જ આઈ.જી, એસ.પી, ડી.વાય.એસ.પી સહિત તમામ પીએસઆઇ હાજર રહ્યા હતા. જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં કેટલા ગુનાની વધઘટ થઈ તેનો ગ્રાફ ચકાસવામાં આવ્યો હતો.આ ઉપરાંત જિલ્લામાં વધતા સાયબર ક્રાઈમ, નાર્કોટીસ્ટ નશાબંધી, શી ટીમ, લેન્ડ ગ્રેબિગની કામગીરી સહિત ૨૭ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. લગભગ ચાર કલાકની મેરેથોન બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તટસ્થ રીતે કાર્યવાહી કરી પગલાં લેવા સુચના  આપવામાં આવી હતી.

Tags :