ઠાસરામાં પથ્થરમારા મામલે કલેકટરને આવેદનપત્ર અપાયું

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ઠાસરામાં પથ્થરમારા મામલે કલેકટરને આવેદનપત્ર અપાયું 1 - image


- અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા 

- સરકાર દ્વારા દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી 

નડિયાદ : ખેડા જિલ્લાના તાલુકા મથક ઠાસરા ખાતે શુક્રવારે શિવજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા બાદ આજે આ મામલે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી, જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. જો સરકાર કડક પગલાં નહીં ભરે તો જલદ આંદોલનની ચીમકી હિંદુ ધર્મ સેના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

ઠાસરા તાલુકામાં શિવજીની શોભાયાત્રા ઉપર મદ્રેસાના ધાબા ઉપરથી વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા આયોજનપૂર્વકના પથ્થરમારા બાબતે આજરોજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને બનાવવામાં સંડોવાયેલ તમામ ઈસમોની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા કરવા? ઉપરાંત જે ધાબા - મદ્રેસા કે મસ્જિદ ઉપરથી આવું કૃત્ય કરવામાં આવ્યું છે, તેની તપાસ કરી બાંધકામ ગેરકાયદેસર હોય તો યુ.પી. સરકારની જેમ બુલડોઝર ફેરવી નેસ્તનાબુદ કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે દાખલો બેસે અને આવા વિધર્મીઓ આવું કૃત્ય કરતા ૧૦૦ વાર વિચારે તે રીતે પગલાં ભરવા પણ માંગણી કરવામાં આવી હતી. હિન્દુઓ દ્વારા વિધર્મીઓના કોઈ પણ ધામક પ્રસંગોમાં આવા કૃત્યો કરવામાં આવતા નથી. સુલેહ શાંતિમાં માનનારા હિન્દુઓ ઉપર આયોજનપૂર્વક - ઇરાદાપૂર્વક ધામક કાર્યક્રમો, સરઘસ, શોભાયાત્રામાં જ વિધર્મીઓ પથ્થરમારો કરી વાતાવરણ ડોહળતા હોય છે, તેમ જણાવીને હવે હિન્દુઓ સહન નહીં કરે અને સરકાર દાખલો બેસે તેવી કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મ સેના જલદ આંદોલન ચલાવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી.


Google NewsGoogle News