Get The App

વડોદરામાં શો-રૂમના સેલ્સમેને કસ્ટમરના 9.59 લાખ પડાવ્યા

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
વડોદરામાં શો-રૂમના સેલ્સમેને કસ્ટમરના 9.59 લાખ પડાવ્યા 1 - image


- ફેબ્રિકેશનના વેપારીને શો-રૂમમાં ફરી રૂપિયા ચૂકવી નવી કાર લેવી  પડી

વડોદરા : ફતેગંજ એસ.પી.વ્હિકલ ખાતે ચાલતા ટાટા મોટર્સના શો રૂમના સેલ્સમેન તથા એકાઉન્ટન્ટે કાર ખરીદનાર કસ્ટમરના ૯.૫૯ લાખ શો રૂમમાં ભરી દેવાના બહાને પડાવી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાયલી રોડ સંબંધ વાટિકામાં રહેતા ગિરીશભાઇ વિઠ્ઠલભાઇ અમીન ગોરવા એસ્ટેટમાં ફેબ્રિકેશનનો ધંધો કરે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારે નવી કાર ખરીદવાની હોઇ ફતેગંજ એસ.પી.વ્હિકલ ખાતે ચાલતા ટાટા મોટર્સના શો રૂમ પર કોલ કર્યો હતો અને ટાટા કંપનીની નેક્ષોન ઇ.વી. - ૩ ફિયરલેસ ગાડી લેવાની વાત કરી હતી. ત્રણ ચાર દિવસ પછી શો રૂમ પરથી વિપુલ રાવજીભાઇ ટાંટૌર અમારી ફેક્ટરી પર આવ્યા હતા. તેમણે ૧૮.૨૫ લાખનું ક્વોટેશન આપ્યું હતું. તેઓએ અમારી જૂની કારના ૮.૨૫ લાખ આવશે. તેવું જણાવ્યું હતું. અમે ટોકન પેટે ૧૧ હજાર શો રૂમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. વિપુલે કહ્યું હતું કે,  હાલમાં ત્રણ મહિનાનું વેઇટિંગ ચાલે છે. તમે ગાડીના બાકીના રૂપિયા મારા એકાઉન્ટમાં જમા કરાવજો. હું શો રૂમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઇશ. મેં તેઓ પર ભરોસો રાખી કુલ રૂપિયા ૧૦.૦૪ લાખ સેલ્સમેન વિપુલ રાવજીભાઇ ટાંટૌરને ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ ગાડીની ડીલીવરી માટે અમે શો રૂમમાં કોલ કરતા મેનેજરે કહ્યું કે, તમારા રૂપિયા શો રૂમના એકાઉન્ટમાં જમા થયા નથી.  તમે શો રૂમના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવશો તો ગાડીની ડીલીવરી મળશે. જેથી, મેં બાકી નીકળતા ૯.૮૯ લાખ શો રૂમના એકાઉન્ટમાં જમા કરાવતા અમને ગાડી મળી હતી. શો રૂમમાં અગાઉ સેલ્સમેન અને હાલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વિપુલ ટાંટૌરે અમારી પાસેથી ૧૦.૦૪ લાખ લઇ તે પૈકી ૪૫ હજાર પરત  ચૂકવી દીધા હતા. જ્યારે બાકીના ૯.૫૯ લાખ પરત આપ્યા નથી.


Google NewsGoogle News