ગુજરાતની પ્રજાના પૈસાનું પાણી કરતી સરકાર, 800 સાઈકલ ભંગાર થઇ ગઇ પણ વિતરણ ના કરી
Kathlal nagar Cycle News | કઠલાલ નગરમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતી 800 જેટલી સાઈકલો પર કાટ લાગી ગયો છે અને આસપાસ સાઈકલો જેટલું ઊંચું તો ઘાસ- ઝાડી ઉગી ગઈ છે. ત્યારે સત્વરે બાળકોને સાઈકલ વિતરણ કરાય તેવી માંગણી ઉઠી છે.
ગુજરાતમાં અંતરિયાળ અને ચાલીને શાળાએ આવતા ગરીબ અને અન્ય સમાજના બાળકો માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સાઈકલો આપવાની યોજના અમલી કરાઈ છે. ત્યારે કઠલાલ નગરમાં એપીએમસી ગ્રાઉન્ડમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 800 જેટલી સાઈકલો મોટાભાગે ગરીબ કલ્યાણ મેળામાં વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતું જૂન જુલાઇ માસ પછી આજદિન સુધી કોઈ સાઈકલ વિતરણનો કાર્યક્રમ હાથ ધર્યો નથી. ત્યારે હજૂ તૈયાર થઈ ગયેલી સાઈકલો ધૂળ ખાતી પડી છે.
સાઈકલોની આજુબાજુ જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. હજુ પણ સમય સર જરૂરિયાત મંદ બાળકો સુધી તૈયાર થઈ ગયેલી સાઈકલોનું વિતરણ વહેલી તકે કરવામાં નહીં આવે તો કોઈ કામની રહેશે નહીં 800 જેટલી પડી રહેલી સાઈકિલોનું ભાડાનું પણ ચૂકવણું કરવામાં આવે છે. દિવસમાં એપીએમસીની ઓફિસ કાર્યરત હોય છે પરંતુ, રાત્રે કોઈ વોચમેન છે કે પછી રામ ભરોસે સાઈકલો પડી રહે છે તે પણ મોટો પ્રશ્ન છે. જે તે સમયે યુદ્ધના ધોરણે સાઈકલો તૈયાર કરાઈ હતી પરંતુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી નહીં સકતા હાલ સરકારના રૂપિયાનું પાણી થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.