Get The App

ડાકોરના 71 સફાઈ કામદારો મહિનાનો પગાર ન મળતા પોલીસ સ્ટેશને પહોંચ્યા

Updated: Aug 14th, 2023


Google NewsGoogle News
ડાકોરના 71 સફાઈ કામદારો મહિનાનો પગાર ન મળતા પોલીસ સ્ટેશને પહોંચ્યા 1 - image


- યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયા બાદ

- અમદાવાદની એક્વા ફેસિલિટી એજન્સી દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની રજૂઆત કરાઈ

ડાકોર : યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડાકોરમાં સફાઈ માટે કામ કરતી અમદાવાદની એક્વા ફેસિલિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયા બાદ તેમાં કામ કરતા ૭૧ સફાઈ કામદારો મહિનાનો પગાર ન મળ્યો હોવાની વાતને લઈને એજન્સી સામે ફરિયાદ દાખલ કરાવવા ડાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે દિલાસો આપીને અરજી લઈને મામલો થાળે પાડયો હતો.

ડાકોરમાં છેલ્લા એક વર્ષથી એક્વા ફેસિલિટી નામની એજન્સીને યાત્રાધામ વીકાસ બોર્ડમાંથી ડાકોરના મુખ્ય માર્ગો ઉપર સફાઈ કરવાનો કોન્ટ્રાકટ આશરે રૂપિયા ૧૨ લાખનો આપવામાં આવ્યો હતો. જેમાં ડાકોરના ૭૧ સફાઈ કામદારો રાત દિવસ ડાકોરના મુખ્ય માર્ગો ઉપર સફાઈ કરતા હતા. જે કોન્ટ્રાકટ તારીખ ૩૧/૭/૨૦૨૩ના રોજ યાત્રાધામ વીકાસ બોર્ડ દ્વારા એજન્સીની યોગ્ય કામગીરી નહોવાથી અને અસંખ્ય ફરિયાદો ડાકોરમાંથી થઈ હોવાને કારણે રદ કરી દેવામાં આવ્યો હતો. એજન્સીના કોન્ટ્રકટર અમદાવાદના હોવાથી ડાકોરમાં આવતા નહતા. તેમના સુપરવાઈઝરો જ ડાકોરમાં સફાઈ કરાવતા હતા, તેઓ પણ ડાકોરના લોકલ હોવાથી સફાઈ કામદારો કહ્યા મુજબ સફાઈ કામ કરતા હતા. જેથી ડાકોરમાં અચાનક  એક્વા ફેસિલિટીનો કોન્ટ્રાકટ રદ કરી દેવામાં આવતા ડાકોરમાં પણ ગંદકીની સમસ્યા વકરી હતી. ડાકોરના સફાઈ કામદારોએ તારીખ ૧૧/૮/૨૦૨૩ના રોજ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં એક્વા ફેસિલિટીના સુપરવાઈઝરો પર ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ગાય હતા. ડાકોર પોલીસે ફરિયાદ નહીં લઈને એજન્સીના કોન્ટ્રકટરનો નંબર લઈને ૭૧ સફાઈ કામદારોને દિલાસો આપી રવાના કર્યા હતા. આમ ડાકોરના સફાઈ કામદારો સાથે અમદાવાદની એક્વા ફેસિલિટી નામની એજન્સી દ્વારા છેતરપિંડીની અરજી ડાકોર પોલીસ સ્ટેશનના પીઆઈને આપવામાં આવી હતી.


Google NewsGoogle News