ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું 7 પોલીસ કંટ્રોલ રૂમ પણ શરૂ
- જિલ્લા વડાએ પોલીસોનો કાફલો ડાકોર ખાતે ઉતાર્યો છે
નડિયાદ : ફાગણી પૂનમને લઈ ડાકોર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે ૧૫૦૦ થી વધુ પોલીસ જવાનો ઓન ડયુટી રહેનાર છે. ત્યારે ખેડા જિલ્લામાં ચોતરફથી શ્રધ્ધાળુઓનું માનવ મહેરામણ સંઘો સાથે ઉમટી આજે રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.
શ્રધ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે જિલ્લા વડાએ પોલીસોનો કાફલો ડાકોર ખાતે ઉતાર્યો છે. અંદાજે ૧૫૦૦થી વધુ પોલીસ જવાનો સુરક્ષા-વ્યવસ્થા માટે ખડે પગે રહેશે. જેમાં જિલ્લા પોલીસ વડાથી લઈ ચેતક કમાન્ડો,ઉપરાંત ૧૨ ડી.વાય.એસ.પી, ૩૫ જેટલા પી.આઈ, ૮૪ -પી.એસ.આઈ, ૮૫૦ પોલીસ કર્મીઓ, ૬૦૦ હોમગાર્ડ,૧૬૦ જી.આર.ડીના જવાનો, ૪ એસઆરપી કંપની સહિતા પોલીસ કાફલો હાજર રહેશે.ઉપરાંત ૭ જેટલા પોલીસ હેલ્પ ડેસ્ક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યા છે.