કપડવંજ તાલુકાના આંત્રોલી ગામેથી 7 જુગારી ઝડપાયા, એક ફરાર
- સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
- 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 8 સામે ગુનો નોંધાયો
આંત્રોલી ગામની સીમમાં કૃષ્ણનગર ગૌચરની જમીન પાસે ફરીદમહંમદ ફકીરમહંમદ મલેકે બનાવેલા છાપરામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે એસએમસી ટીમે દરોડો કરી અલ્પેશભાઈ આશાભારતી ગોસ્વામી ( રહે. ચારણિયા, કપડવંજ), મોહસીન સાબીરભાઈ મલેક (રહે. કપડવંજ), યુસુફભાઈ ગફુરભાઈ વ્હોરા (રહે. કાણિયેલ, કઠલાલ), ફરીદમહંમદ ફકીરમહંમદ મલેક (રહે. કપડવંજ), જાવેદહુસેન એહમદમીયા શેખ (રહે. ધારીસણા, તા. દહેગામ), મોહસીન કાલુભાઈ કુરેશી (રહે. બહીયેલ, તા. દહેગામ) અને ધવલકુમાર અમૃતલાલ પટેલ (રહે. કાણિયેલ, કઠલાલ)ને ઝડપી પાડયા હતા. જ્યારે દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધારનો ભાગીદાર રોહિતભાઈ ત્રિપાલભાઈ મહેશ્વરી નાસી છુટયો હતો. એસએમસીએ રૂ. ૬૫,૦૫૦ રોકડ, ત્રણ બાઈક, એક કાર અને સાત મોબાઈલ મળી કુલ રૂ.૪,૯૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૮ શખ્સો સામે આંતરસુબા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.