કપડવંજમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ
- ખેડા જિલ્લામાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો
- કઠલાલ, મધુધા, નડિયાદ અને ઠાસરામાં બે ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા : વાત્રક નદીમાં નવા નીરની આવક
ખેડા જિલ્લામાં આજે ફરી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આ સિવાય કપડવંજ, કઠલાલ, નડિયાદ, મહુધા અને ઠાસરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે અનેક તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, ત્યારે શનિવારે પણ અનેક તાલુકાઓમાં સૂર્યદેવના દર્શન દુર્લભ થઈ ગયા હતા. આખો દિવસ વાદળોના ઘેરાવા વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ તરફ કપડવંજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ૬થી ૮ વાગ્યાના બે કલાકના અરસામાં જ ૪ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. કઠલાલમાં સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીના ૨ કલાકના સમયમાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો. વહેલી સવારે મોટાભાગના તાલુકાઓમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી.
કપડવંજમાં પાંચ ઈંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો નડિયાદમાં ૨ ઈંચ વરસાદ પડતા આખો દિવસ અનેક નીચાણવાળા વિસ્તારો અને ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા.
નડિયાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી અન્ડરબ્રીજમા પાણી ભરાતા શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. નડિયાદ વાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ આવવાજવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો. ઓગસ્ટ અંતમાં પુનઃ ખૂબ સારો વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
તાલુકાવાર વરસાદના આંકડા (મિ.મી.)
તાલુકો |
શનિવારનો |
કુલ |
|
વરસાદ |
વરસાદ |
કપડવંજ |
૧૩૬ |
૬૫૮ |
કઠલાલ |
૫૭ |
૫૩૯ |
મહેમદાવાદ |
૩૪ |
૬૨૪ |
ખેડા |
૨૩ |
૫૬૧ |
માતર |
૧૫ |
૫૯૮ |
નડિયાદ |
૪૯ |
૯૯૯ |
મહુધા |
૫૭ |
૬૪૪ |
ઠાસરા |
૫૯ |
૩૦૯ |
ગળતેશ્વર |
૩૫ |
૪૩૩ |
વસો |
૨૪ |
૫૫૬ |
સરેરાશ |
૪૮.૯ |
૫૯૨.૧ |