Get The App

ખેડા જિલ્લામાં 7 સ્થળે પોલીસના દરોડામાં 31 જુગારીઓ ઝડપાયા

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં 7 સ્થળે પોલીસના દરોડામાં 31 જુગારીઓ ઝડપાયા 1 - image


- રૂા. 32 હજારથી વધુની રોકડ જપ્ત કરાઈ

- નડિયાદ, સલુણ વાંટા, ચકલાસી, મહેમદાવાદ અને વડદલામાં ખુલ્લામાં જુગાર રમાતો હતો

નડિયાદ : ખેડા જિલ્લામાં સાત સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૩૧ જુગારીઆને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૩૨,૩૬૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નડિયાદમાં મલારપુરા રાવલ વાસમાં નડિયાદ ટાઉન પોલીસે રેડ પાડતા નિલેશ નટુભાઈ રાવળ, ગીરીશ કાંતિભાઈ, સંજયભાઈ જયંતીભાઈ, સન્ની દિનેશભાઈ રાવળ તેમજ અંકિત ભરતભાઈ દેસાઈને જુગાર રમવાના સાધનો તેમજ રૂ.૫,૮૮૦ રોકડ સાથે ઝડપી પાડયા હતા.જ્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસે સલુણ વાંટામાં પત્તા પાનાનો જુગાર રમતા અલ્પેશ અર્જુનભાઈ પરમાર, અરુણ બાબુભાઈ, રાજેશભાઈ ભાઈલાલભાઈ ગોહેલ તેમજ દિનેશ રાવજીભાઈ તળપદાને રોકડ રૂ.૧,૫૦૦ સાથે ઝડપી પાડયા હતા. 

જ્યારે ચકલાસીના સૂર્યનગર ચાવડાવાસમાં શ્રાવણિયો જુગાર રમતા દીપકભાઈ ભલાભાઈ વાઘેલા, રજનીકાંત મફતભાઈ, વિશાલ હિંમતભાઈ તેમજ મુકેશ પુનમભાઈ વાઘેલાને રોકડ રૂ.૧,૧૭૦ પોલીસે પકડી પાડયા હતા.

મહેમદાવાદમાં દેવકીવણશોલ જીભાઈ પુરા મેલડી માતાના મંદિર નજીક પત્તા પાનાનો જુગાર રમતા વિક્રમભાઈ જેનાભાઈ, ભરતભાઈ ચંદાભાઈ, મુકેશભાઈ વિઠ્ઠલભાઈ, દિનેશભાઈ મફતભાઈ, મહેશભાઈ મફતભાઈ, પ્રવીણભાઈ જવાનભાઈ, પરેશભાઈ પ્રભાતભાઈ ઝાલા તેમજ કિશોરભાઈ નારણભાઈ સોલંકીને રૂ.૬,૮૨૦ રોકડ સાથે તેમજ મહેમદાવાદના સરસવણી સોમનાથ મંદિર પાસે જુગાર રમતા ઘનશ્યામભાઈ રમેશભાઈ શુક્લ, સુનિલભાઈ લાલજીભાઈ ઝાલા, રોનક ભરતભાઈ રાઠોડ, જયેશભાઈ શંકરભાઈ ભોઇને રોકડ રૂ.૩,૫૮૦ સાથે ઝડપી પાડયા હતા. વડદલા ગામેથી જુગાર રમતા અશ્વિનભાઈ આત્મારામ ચૌહાણ, કિરણભાઈ બળદેવભાઈ તેમજ રસિકભાઈ ભાઈ ગણપતભાઈ ચૌહાણને રૂ.૪,૩૨૦ રોકડ સાથે પોલીસના હાથે ઝડપાયા હતા. ઉપરાંત મહેમદાવાદ ટેકરા ફરિયામાં જુગાર રમતા કમલેશભાઈ સુરેશભાઈ સોઢા પરમાર, અમૃતભાઈ ખોડાભાઈ તેમજ બાબુભાઈ કાંતિભાઈ ભોઈને રૂ.૮,૮૨૦ રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News