ખેડા જિલ્લામાં સાત સ્થળે પોલીસ દરોડામાં 30 જુગારીઓ ઝડપાયા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં સાત સ્થળે પોલીસ દરોડામાં 30 જુગારીઓ ઝડપાયા 1 - image


- મોબાઈલ સહિત રૂા. 84 હજારની રોકડ જપ્ત કરાઈ

- ખેડા અને નડિયાદ શહેર, ખુમારવાડા, નાયકા, બરોડા, સાયલા અને કનીજ ગામમાં જુગાર પકડાયો

નડિયાદ : ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના ખુમારવાડા, નાયકા ગામમાં તેમજ ખેડા શહેર, માતરના બરોડા અને સાયલા મહેમદાવાદના કનીજ ગામ, નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા ૩૦ ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા તાલુકાના ખુમારવાડા ગામની પ્રાથમિક શાળા પાસેથી ખેડા શહેર પોલીસે ગઈકાલે સાંજના જુગાર રમતા પ્રવિણભાઇ મંગળભાઇ વાઘેલા, દશરથભાઇ પુનમભાઇ સોઢા પરમાર, અશોકભાઇ રમણભાઇ વાઘેલા અને લાલજીભાઇ ઉદેસીંહભાઈ વાઘેલાને રોકડા રૂપિયા ૧૨,૧૦૦ સાથે ઝડપી પાડયા છે. ઉપરાંત નાયકા ગામના ખોડીયારમાં વાસમાંથી જુગાર રમતા માનસંગભાઇ કેસાભાઈ ચુનીભાઇ પરમાર, રમેશભાઇ ભુપતભાઇ બચુભાઇ ઠાકોર, સુનિલભાઇ રમણભાઇ મગનભાઇ ઠાકોર અને વિષ્ણુભાઇ ગોવિંદભાઇ દલુભાઇ પગીને રોકડા રૂપિયા ૧,૪૮૦ સાથે ઝડપી પાડયા છે. જ્યારે ખેડા નગરમાં જીમખાના વિસ્તારમાં જુગાર રમતા અનિલભાઇ ગોપાલભાઈ પુંજાભાઇ દેવીપુજક, લાલાભાઇ ગોવિંદભાઇ ગાંડાભાઈ દેવીપુજક, વિશાલભાઇ સુરેશભાઇ ઇશ્વરભાઇ દેવીપુજક, કિશનભાઈ રસીકભાઇ ઇશ્વરભાઇ દેવીપુજક, અજયભાઇ તલાભાઇ રાવતભાઇ દેવીપુજક અને કિશોરભાઈ ડાહ્યાભાઇ દેવીપુજકને રોકડ રૂ. ૨,૫૨૦ સાથે ઝડપી પાડયા હતા.માતરના બરોડા ગામના વણકરવાસ નજીક જુગાર રમતા હર્ષદ પસા મકવાણા અને કિશોર દાના મકવાણાને રોકડા રૂ.૧૫૬૦ સાથે લીંબાસી પોલીસે ઉપરાંત સાયલા ગામ ખાતેના ગોડાઉન નજીક જુગાર રમતા રમેશ દેવુ પરમાર, બહાદુર દેવું પરમાર અને વજુ જીવા ભરવાડને રોકડા રૂ. ૧૨,૨૭૦ સાથે ઝડપી પાડયા હતા.જ્યારે મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના વેરાઈ માતા ફળીયામાંથી પોલીસે આજે વહેલી સવારના જુગાર રમતા અજયસિંહ ભગવાનસિહ બચુભાઇ સોલંકી, હરિસિંહ દલપતિસહ અમરસિંહ પરમાર, લક્ષ્મણભાઇ રાયસીંગભાઈ ભીખાભાઇ ઠાકોર, વિનયસિંહ અરવિંદસિહ અગરસિહ ડોડીયા, રોહિતભાઈ ઇશ્વરભાઇ બેચરભાઇ જાદવ, અજયકુમાર કાન્તીભાઇ ચીમનભાઇ જાદવ, વિષ્ણુભાઇ રામાભાઇ રણછોડભાઇ ડાભી, વિપુલભાઇ ફુલાભાઇ ભીખાભાઇ ઠાકોર અને જીતેન્દ્રસિહ દલપતિસહ અમરસિંહ પરમારને ઝડપી પાડી મહેમદાવાદ પોલીસે રોકડા રૂ. ૨૨,૭૯૦ તેમજ ૬ મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩૯,૯૨૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગરીમાંથી પોલીસે ગઈકાલે સાંજના સમયે જુગાર રમતા કૈલાસ ફુલા અને અરવિંદ સંપત દેવીપુજકને રોકડા રૂપિયા ૪,૩૮૦ સાથે ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News