ખાનગી બસમાંથી પિસ્તોલ, તમંચા, જીવતા કારતૂસ સાથે 3 શખ્સો ઝડપાયા
- મહારાજાના મુવાળા પાસે વાહન ચેકિંગ દરમિયાન
- હથિયારો મધ્યપ્રદેશથી લાવ્યા હતા આરોપીઓ ભાવનગરના હોવાનું ખૂલ્યું
સેવાલિયા : મહારાજના મુવાળા ચેકપોસ્ટ પરથી લકઝરી બસમાંથી પિસ્તલ- તમંચો અને કારતુસ સાથે ભાવનગરના ત્રણ ઈસમો ઝડપાયા હતા.અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પરથી સેવાલીયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ગોધરા તરફથી આવતી કુક્ષીથી જામનગર જતી ગૌરીપુત્ર ટ્રાવેલ્સ લકઝરી બસ આવતા તેની તલાશી લીધી હતી.
જેમાં મેગેજીનવાળી દેશી પિસ્તલ નંગ ૨,દેશી તમંચો ૧,અને જીવતા કારતુસ નંગ ૯ મળી આવ્યા હતા. આ કેસમાં આરોપી મજબૂતસિંહ ગોહિલ રહે.ભડલી ,નરેશભાઈ જાડેલા રહે.દેવગાણા, દિલીપભાઈ મકવાણા રહે.દિહોર તમામ ભાવનગર નાઓની અટક કરી આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેવાલીયા પોલીસે આરોપીઓ પાસે પૂછપરછ કરતા પીસ્તલ,તમંચો અને કારતુસ રહે.કુક્ષી મધ્યપ્રદેશના સરદારજીએ આપ્યા હોવાનું જણાવ્યું હતું.