એસટી બસમાં દારૂની ખેંપ મારતા રાજસ્થાનનાં 3 શખ્સ ઝડપાયા

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
એસટી બસમાં દારૂની ખેંપ મારતા રાજસ્થાનનાં 3 શખ્સ ઝડપાયા 1 - image


- સેવાલિયા જૂની ચેકપોસ્ટ પરથી પકડાયા

- ગોધરા તરફથી ડુમકા- વાંકાનેર એસટી બસમાં દારૂ લવાતો હતો : રૂા. 64 હજારનો મુુદ્દામાલ જપ્ત

સેવાલિયા : સેવાલિયા જૂની ચેકપોસ્ટ પર ગોધરા તરફથી આવતી ડુમકા- વાંકાનેર એસટી બસમાંથી રાજસ્થાનના ૩ શખ્સો રૂા. ૫૦ હજારના દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. રૂા. ૬૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા અને મહીસાગર નદી પાસે આવેલી જૂની ચેકપોસ્ટ પરથી સેવાલિયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ગોધરા તરફથી આવતી ડુમકા-વાંકાનેર એસટી બસની તલાશી લીધી હતી. જેમાં અલગ અલગ પાંચ બેગમાં વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. 

પોલીસે વિદેશી દારૂની ૫૧ બોટલો, પાઉચ ૪૮ કિંમત ૪૯,૩૬૦ તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલા મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.૬૪,૨૧૦ કિંમતનો મુદ્દામાલ કબજે લઈ દારૂ સાથે પકડાયેલા આરોપી ટિકમસિંહ ડુંગરસિંહ રાવત રહે. રૂપપુરા થાના સેખાવાસ તથા રાજેશસિંહ ભવરસિંહ રાવત રહે. રૂપપુરા, સિરેન્દ્ર તેમજ કઠત અભિજીત મહેરાત રહે.ખીમપરા તા.મસુરા તમામ રાજસ્થાનવાળાની અટક કરીને પ્રોહીબિશન હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News