ખેડા જિલ્લામાંથી જુગાર રમતા 28 શખ્સો ઝડપાયા, 3 ફરાર

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાંથી જુગાર રમતા 28 શખ્સો ઝડપાયા, 3 ફરાર 1 - image


- જુગારના 3 અડ્ડા પર દરોડા 

- 18 મોબાઈલ સહિત 2.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

નડિયાદ : સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની પોલીસે મહુધાના ખ્રિસ્તી ફળિયામાં જુગાર રમતા ૧૮ શખ્સોને ૧૫ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૨,૦૮,૪૪૧ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તેમજ મહુધા પોલીસે ભુમસ ગામમાંથી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. જ્યારે એલસીબી ખેડા પોલીસે હલધરવાસમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.૧૧,૭૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરિંગ સેલ, ગાંધીનગરને બાતમી મળી હતી કે, મહુધા ખ્રિસ્તી ફળિયામાં ઈર્શાદહુસેન સાબીરમીયા મલેક બહારથી માણસોને બોલાવી હારજીતનો જુગાર રમાડે છે.

જેથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ઈર્શાદ હુશેન મલેક, ફારુક અબ્દુલ લતીફ શેખ, મહેબુબહુશેન ગુલામનબી શેખ, સદ્દામહુશેન સાબીર હુશેન મલેક, બિસ્મીલાખાન ફતેહખાન પઠાણ, વાહીદહુસેન ગનીમીંયા મલેક, ફારૂકભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી, સાદ્દીકભાઈ મુસ્તુફામીયા ચૌહાણ, સોહિલભાઈ યુસુફમીયા ચૌહાણ, જાવેદહુસેન નજીરમહંમદ મલેક, શૈલેષભાઈ જેંતીભાઈ સોલંકી, કુતુબુદ્દીન નશીરૂદ્દીન કાજી, કરીમઅહેમદ ગુલામનબી ખોખર, જેન્તીભાઈ કૃષ્ણાભાઈ મકવાણા, મહેબુબહુસેન મહંમદમીયા મલેક, તસ્લીમરજાક અબ્દુલકરીમ કુરેશી, ઐયાઝખાન અતાઉલ્લાખાન પઠાણ અને સાબીરભાઈ કાળુભાઈ મલેકને ઝડપી લીધા હતા. 

એસએમસીએ સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, દાવ પર તથા અંગજડતીમાંથી રોકડ રૂ.૧,૫૦,૩૪૧ તેમજ ૧૫ મોબાઇલ સહિત કુલ રૂ. ૨,૦૮,૪૪૧નો મુદ્દામાલ કબજે કરી ૧૮ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. ઉપરાંત મહુધા પોલીસે ભુમસ ગામની સીમમાં પત્તાપાનાનો જુગાર રમતા સંજય ઉર્ફે પોચિયો કાંતિભાઈ પરમાર, સામળભાઈ ગોતાભાઈ ઝાલા, શૈલેષભાઈ રતીલાલભાઈ ઝાલા, સંજયભાઈ વિનુભાઈ પરમાર અને કનુભાઈ ગોતાભાઈ ઝાલાને જુગાર રમતા ઝડપી પાડયા હતા.

જ્યારે વિજયભાઈ ભલાભાઈ પરમાર સહિત બે-ત્રણ શખ્સો નાસી છુટયા હતા. પોલીસે રોકડ રૂ.૫,૪૧૦ તેમજ ૩ મોબાઈલ મળી કુલ રૂ.૨૫,૯૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે એલસીબી ખેડા પોલીસે બાતમીના આધારે મહેમદાવાદ તાલુકાના હલધરવાસમાં રેઇડ કરતા પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા કાનજીભાઈ નાનજીભાઇ ખાંટ, ફિરોજભાઈ મોહમ્મદભાઈ મલેક તેમજ અન્ય ત્રણ શખ્સો મળી કુલ પાંચ જુગારિયાઓને દાવ ઉપર તેમજ અંગજડતીમાંથી મળી કુલ રૂ. ૧૧,૭૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News