ખેડા જિલ્લાના 4 સ્થળે જુગારના દરોડામાં 24 જુગારીઓ ઝડપાયા
- પોલીસે જુગાર રમતા શખ્સો સામે કાર્યવાહી કરી
- રોકડ, જુગારનું સાહિત્ય સહિત રૂપિયા 60 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલી કે માંકવા નાથાજીવાળા ફળિયામાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પીન્ટુભાઇ રામાભાઇ પરમાર, જુવાનસિંહ રમતુભાઇ સોઢા, હસમુખભાઇ રઇજીભાઇ ચૌહાણ અને શંકરભાઇ ફુલાભાઇ ડાભીને ઝડપી પાડી દાવપરથી તથા અંગજડતીમાંથી કુલ રૂ.૭,૬૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરાંત નવચેતન માતાવાળા ફળિયાના ચોકમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા મહેમદાવાદ પોલીસે દરોડો પાડી બળવંતકુમાર હિમતભાઇ પરમાર, નજીરભાઇ ઇસુબભાઇ મલેક અને ભગવતીપ્રસાદ ચિમનભાઇ પ્રજાપતિને ઝડપી પાડી તેમની અંગજડતી દરમિયાન તથા દાવપરની રકમ મળી કુલ રૂ.૫,૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
તેમજ નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલી હતી. આ દરમિયાન નડિયાદ ડુમરાલ બજાર પાસે આવેલા ચંડીકા ચોકમાં ખુલ્લામાં કેટલાક લોકો જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યાની બાતમી આધારે પોલીસે રેઈડ કરતા ધ્રુવ કેતકુમાર પટેલ, હિરેન અશ્વવિનભાઇ દરજી, વિશાલકુમાર નવનીતલાલ ચૈાહાણ, દિનેશકુમાર રસીકભાઇ મોચી, સંદિપ જગદિશભાઇ દરજી, દિપકકુમાર ઉર્ફે ભગત વિનુભાઇ પારેખ, જગદિશભાઇ શંકરભાઇ પ્રજાપતિ, સંદિપકુમાર વિષ્ણુભાઇ પારેખ, ભરતભાઇ સોની, પરેશ ઉર્ફે પિન્ટુ ગોવિંદભાઇ સોની અને રૂ૫કભાઇ પ્રકાશભાઇ સોનીને ઝડપી પાડયા હતા. તથા દાવપરની રકમ તથા અંગજડતીની રકમ મળી કુલ રૂ.૩૪,૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત લીંબાસી પોલીસને બાતમી મળી હતી કે પરીએજ ગામે આવેલી પ્લાઈવુડની ફેક્ટરીની બાજુમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ બચુભાઈ બારોટ, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ જગદીશભાઈ પટેલ, રાજુભાઈ પ્રદિપભાઈ બોરાટ, સલીમભાઈ હુસેનભાઈ મલેક, નરેન્દ્રભાઈ ચંદુભાઈ સોલંકી અને ઘનશ્યામભાઈ લાલજીભાઈ રાઠોડને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ.૧૬,૦૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવો અંગે મહેમદાવાદ, નડિયાદ તથા લીંબાસી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.