ખેડા જિલ્લામાં જૂની-નવી જંત્રી પ્રમાણે 217 દસ્તાવેજો થયા
- દસ્તાવેજ કરવા માટે કચેરીઓમાં ધસારો
- સૌથી વધુ નડિયાદમાં 69, વસો- મહેમદાવાદમાં 33 અને સૌથી ઓછા કઠલાલમાં 8 દસ્તાવેજ નોંધાયા
નડિયાદ : ખેડા જિલ્લામાં નવી જંત્રી અમલમાં આવતાં તા.૧૮મી એપ્રીલના રોજ જૂની અને નવી જંત્રી પ્રમાણે ૨૧૭ દસ્તાવેજો સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવ્યા છે. જેમાં આજે કચેરીઓમાં અરજદારોનો ધસારો જોવા મળ્યો હતો.
રાજ્ય સરકારે નવી જંત્રીના દરો જાહેર કર્યા બાદ ખેડા જિલ્લામાં આઠ તાલુકામાં નવી અને જૂની જંત્રી પ્રમાણે તા. ૧૮મી એપ્રિલના રોજ ૨૧૭ દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવી હતી. તાલુકા પ્રમાણે જુની અને નવી જંત્રી મુજબ થયેલા દસ્તાવેજો આ મુજબ છે. નડિયાદ તાલુકામાં ૬૯, મહુધા ૧૨, કઠલાલ ૮, કપડવંજ ૩૨, ખેડા ૨૩, મહેમદાવાદ ૩૩, ગળતેશ્વર ૨૬ અને વસોમાં ૩૩ દસ્તાવેજો મળી કુલ ૨૧૭ દસ્તાવેજોની જૂની અને નવી જંત્રી મુજબ નોંધણી થઈ હતી.