Get The App

સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ 1 - image


- આરોપીને 5 હજારનો દંડ ફટકાર્યો, રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા દાહોદની પોક્સો કોર્ટનો હુકમ

દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ત્રણ વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ  મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને દાહોદ એડીશ્નલ સ્પેશીયલ જજ (પોક્સો) કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.પાંચ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. 

વર્ષ ૨૦૨૨ની સાલમાં ગરબાડા તાલુકામાં રહેતી ૧૨ વર્ષની સગીરાને ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે રહેતો આરોપી સંજયભાઈ બદીયાભાઈ અજરાવણે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયો હતો.

સગીરાનું અપહરણ કરી આરોપી સંજયભાઈએ સગીરાને ગાંધીધામ, શાંતીધામ ખાતે ૨૪.૯.૨૨ સુધી એક રૂમમાં રાખી અવાર નવાર  સગીરા ઉપર દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી બની હતી. જે તે સમયે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસ દાહોદની એડીશ્નલ સ્પેશીયલ જજ (પોક્સો) કોર્ટમાં ચાલી જતાં આ કેસના વકીલ ટીના આર. સોની દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરાયેલા ડોક્યુમેન્ટરી પુરાવાઓ, મૌખિક પુરાવાઓ, મેડીકલ પુરાવાઓ તથા વૈજ્ઞાાનિક પુરાવાઓ ધ્યાને લઈ તથા દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા તથા બાળકનું સેમ્પલો કબજે લઈ સાયન્ટીફીક ઓફિસર એફએસએલ સુરત દ્વારા ડીએનએ રિપોર્ટ તૈયાર કર્યો હતો.જે રિપોર્ટ મુજબ બાળકના જૈવિક પિતા સંજય બદીયા અજરાવણ છે.તેવું રિપોર્ટમાં આવ્યું હતું. તે તમામ પુરાવાઓ ધ્યાને લઈ દાહોદની નામદાર પોક્સો કોર્ટના જજ ડી.જે. મહેતા આરોપી સંજય બદીયા અજરાવણને ૨૦ વર્ષની સખત કેદની સજાની સાથે પાંચ હજારના દંડની રકમનો હુકમ કર્યો હતા.

ભોગ બનનાર સગીરાને વીક્ટીમ કમ્પેનશેશન સ્કીમ હેઠવ ૪ લાખ આથક મદદરૂપ વળતર પેટે ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News