નડિયાદ- મહુધા રોડ પર આઇશર- રિક્ષા અથડાતા 2 વ્યક્તિનાં મોત
- રિક્ષાનો કચ્ચરધાણ નિકળી ગયો
- એક મુસાફરને સામાન્ય ઇજા, આઇશર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
નડિયાદ : નડિયાદ- મહુધા રોડ પર શુક્રવારે સવારે આઇશર અને રિક્ષા અથડાતા મુસાફર સહિત બે વ્યકિતના મોત નિપજ્યા હતા. એક મુસાફરને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે આઇશર ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
કઠલાલ તાલુકાના પિઠાઇ ગામના સિરાજ કાસમ મલેક મહુધા સાસરીમાં રહી રિક્ષા ચલાવીને પરિવારને જીવન નિર્વાહ ચલાવે છે. સિરાજ શુક્રવારે સવારે મુસાફરો ભરી નડિયાદથી મહુધા તરફ આવી રહ્યા હતા. ત્યારે ભૂલી ભવાની પાટિયા નજીક મહુધાથી નડિયાદ તરફ જતી આશસર ગાડી રિક્ષા સાથે અથડાઇ હતી.
અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરધાણ નિકળી ગયો હતો. જ્યારે રિક્ષા ચાલક સિરાજ મલેક ( ઉ.વ. ૪૬) અને પાછળ બેઠેલા મુસાફરો પૈકી મનાભાઇ મગનભાઇ નાથબાવા (ઉં.વ. ૮૦, રહે. મહેસાણા)નું માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જયારે નટુ તળપદા ( રહે. મહેસાણા) ને સામાન્ય ઇજા થતા સરવાર માટે ખસેડાયા હતા. આ મામલે યુસુફ કાસમ મલેક ( રહે. પીઠાઇ, તા. કઠલાલ)એ આઇશર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.