Get The App

નડિયાદમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા 2 શખ્સો ઝડપાયા

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
નડિયાદમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા 2 શખ્સો ઝડપાયા 1 - image


- આઈડી આપનાર ફરાર 5 શખ્સોની શોધખોળ શરૂ

- નડિયાદ પશ્ચિમ અનેરી હાઈટ્સ અને ચકલાસી ભાગોળના પાનના ગલ્લે સટ્ટો રમાતો હતો

નડિયાદ : નડિયાદ શહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે ઇસમને એલસીબી ખેડા પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે આઈડી આપનાર ઈસમોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

નડિયાદ પશ્ચિમ અનેરી હાઈટ્સમાં રહેતો નિકુંજ ભરતભાઈ સોની મોબાઇલમાં આઈડી પર આઇપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યો હતો. જેથી એલસીબી ખેડા પોલીસે સોમવારે રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે દરોડો પાડતા નિકુંજ ઉર્ફે ભઈલુ ભરતભાઈ સોની મોબાઇલમાં આઈડી પર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી રૂ.૫૦૦ રોકડા તેમજ રૂ.૧૫,૦૦૦ નો મોબાઇલ મળી કુલ રૂ.૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આઇડી અક્ષય શૈલેષભાઈ સોની તેમજ કિસન ઉર્ફે યસ સોની રહેવાસી નાગરકુઈ, નડિયાદ તેમજ શિવમ જયંતીભાઈ ઠક્કર પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતુ. આ ત્રણેય ઈસમો મળી આવેલ નથી. 

આ બનાવ સંદર્ભે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

બીજા બનાવમાં નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતા પવનકુમાર રમેશ વાઘવાણી (રહે. ઝુલેલાલ સોસાયટી, નડિયાદ) મોબાઈલ ઉપર ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમાડતો હતો. જેથી પોલીસે રેડ પાડી અટક કરી પૂછપરછ કરતા પવનકુમાર રમેશભાઈ વાઘવાણી હોવાનું જણાવ્યું હતું. 

જ્યારે આ આઈડી સુરેશ ઉર્ફે દાલુ ઉર્ફે અજય સિંધી (રહે. નડિયાદ) તેમજ શિવમ જયંતીભાઈ ઠક્કર (રહે.ઉત્તરસંડા)એ આપી હોવાનું જણાવ્યું હતુ. આ બંને ઇસમો મળી આવેલ નથી. પોલીસે પવનકુમાર પાસેથી રોકડા રૂ.૧૨,૨૩૦ તેમજ મોબાઇલ રૂ.૧૫,૦૦૦ નો મળી રૂ.૨૭,૨૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News