Get The App

ઠાસરા ગોલ્ડ લોન કૌભાંડમાં હજૂ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
ઠાસરા ગોલ્ડ લોન કૌભાંડમાં હજૂ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર 1 - image


- 1.75 કરોડની ઠગાઈના કેસમાં કુલ 11 ઝડપાયા

- ગોલ્ડ વેલ્યૂઅર અને તેની પત્ની ઝડપાયાં : 15 શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો

ઠાસરા : ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ.કે.સોસાયટી લી.માં રૂ.૧.૭૫ કરોડના ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જોકે, ૧૫ પૈકી હજૂ બે મહિલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સોસાયટીના ચેરમેન અને ડીરેક્ટરે ગોલ્ડ વેલ્યૂઅર, તેની પત્ની, માતા સહિત ૧૫ વ્યક્તિઓ સામે ગત જૂન મહિનામાં ફરિયાદ નોંધાવી હતી.   

ઠાસરાના હોળી ચકલામાં આવેલી ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ.કે.સોસાયટી લી. માં રૂ.૧.૭૫ કરોડના ગોલ્ડ લોન કૌભાંડમાં કુલ ૧૫ વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ ઠાસરા પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. 

તેવામાં ગત રવિવારે પોલીસે વધુ બે આરોપી ચિરાગભાઈ જગદીશભાઈ ચોક્સી અને ઉમિષા ચિરાગ ચોક્સી (રહે. શેઠવાળા, ઠાસરા)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જોકે, હજૂ નીપાબેન દેવાંગભાઈ ચોક્સી અને ભારતીબેન જગદીશભાઈ ચોક્સી પોલીસ પકડથી દૂર છે. ઠાસરા પોલીસે અગાઉ દેવાંગ જગદીશભાઈ ચોક્સી, અબ્દુલ હુસેન અબ્દુલ મુક્તિ કાજી, કિરણભાઈ મેલાભાઇ બારીયા ઠાસરા, રાકેશભાઈ સોમાભાઈ પટેલ, સુજીતકુમાર આર. જયસ્વાલ, નરવતસિંહ કાભયભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ દરજી, જૈમિન અરવિંદભાઈ પટેલ, રણજિતભાઈ વલ્લભભાઈ ચોહાણ, પ્રજ્ઞોશ પૂનમભાઈ રાણા (તમામ રહે. ઠાસરા) અને અજિતભાઈ રમણભાઈ રાઠોડ (રહે. મીઠાનામુવાડા, તા.ગળતેશ્વર)ને ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News