મસાજ માટે એસ્કોર્ટ સર્વિસની લાલચ આપીને યુવક પાસેથી 2 લાખ પડાવ્યા
- વાંઠવાડીના યુવકને યુવતીઓના અર્ધનગ્ન ફોટા મોકલી લલચાવ્યો
- ગઠિયાએ રજિસ્ટ્રેશન, સર્વિસ કોડ અને પોલીસ સિક્યૂરિટીના ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા પડાવી ઠગાઈ કર્યાની ફરિયાદ
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામમાં રહેતો અભિષેક રાજ બાદુર શર્મા છેલ્લા દસેક વર્ષથી ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. આ યુવક ૨૫ સપ્ટેમ્બર ના રોજ મોબાઇલ ફોનમાં મસાજની સાઈટ સર્ચ કરતો હતો. જેમાં એક નંબર પર ક્લિક કરતા એપ્લિકેશન ઓપન થઈ હતી. ત્યારબાદ સામાવાળાએ યુવકનો વોટસઅપથી સંપર્ક કરી પોતાની ઓળખાણ મનીક ગોસ એસ્કોર્ટ સવસ પ્રોવાઇડર તરીકે આપી યુવાનને અલગ અલગ યુવતીઓના વોટસએપ પર ફોટા મોકલ્યા હતા. જે પૈકી યુવકે એક યુવતી પસંદ કરતા ગઠિયાએ તારીખ ફિક્સ કરવા રજીસ્ટ્રેશન કરાવવા રૂ.૬,૦૦૦ ભરવાના બહાને ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ સવસ કોડ પેટે યુવક- યુવતીના રિફંડેબલ રૂ.૩૯,૯૮૦ તેમજ પોલીસ સિક્યુરિટી ચાર્જના રૂ.૩૫,૫૨૦ ઓનલાઇન જમા કરાવ્યા હતા. બાદમાં જણાવેલી હોટલમાં એન્ટ્રી ન આપતા યુવકે પોતે ભરેલી રકમ પરત આપવા જણાવતા ગઠિયાએ આ રકમ પરત આપવા ઇન્કાર કર્યો હતો. આમ ગઠિયાએ યુવતીઓના ફોટા મોકલી યુવક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે અભિષેક રાજ બહાદુર શર્માની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.