Get The App

ખેડા જિલ્લામાં અકસ્માતના 2 બનાવમાં 2 નાં મોત, 2 ઘાયલ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં અકસ્માતના 2 બનાવમાં 2 નાં મોત, 2 ઘાયલ 1 - image


- હલધરવાસ અને માતર ખેડા રોડ પર અકસ્માત

- બાઇક ખાડામાં ખાબકતા મહિલાનું મોત, 3 સવારી બાઇક સિમેન્ટના ગરનાળા સાથે ટકરાતા યુવકનું મોત

નડિયાદ : ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. બંને અકસ્માતોમાં બાઇક સવારના મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. હલધરવાસ ઓએનજીસી વળાંક પર મોટરસાયકલ ખાડામાં પડતા રોડ પર પટકાયેલ વૃદ્ધાનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે ખેડા માતર રોડ ઉપર સિમેન્ટના ભુંગળા સાથે મોટરસાયકલ અથવા તો બાઈક ચાલકનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.આ બનાવ સંદર્ભે મહેમદાવાદ તેમજ માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના સીંહુજમાં રહેતા જયેશભાઈ નારાયણભાઈ રોહિત તા.૨૪ ની સવારે પોતાની માતાને મોટર સાયકલ પર બેસાડી અમદાવાદ રહેતા ભત્રીજા હિતેશભાઈના ઘરે કથામાં ગયા હતા.તેઓ કથામાંથી સાંજે ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન હલદરવાસ રોડ પરથી પસાર થતા હતા ત્યારે ઓએનજીસીના વળાંક નજીક મોટરસાયકલ ખાડામાં પડતા બાઈક પાછળ બેઠેલ માતા ગંગાબહેનનું રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી.જેથી જયેશભાઈ રોહિતે તુરંત જ ૧૦૮ બોલાવી પોતાની માતાને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા મેડિકલ ઓફિસરે ગંગાબેન નારણ ભાઇ રોહિતને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે જયેશભાઈ નારણભાઈ રોહિતની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ખેડા માતર રોડ ઉપર માતરમાં રહેતા કૌશિક મહેશભાઈ વસાવા અને તેના મિત્રો વિજય ભાભોર તેમજ પ્રજ્ઞોશ પ્રદીપ ભાઇ ડબગર બારેજા ખાતે ટાઇલ્સનું કામ કરે છે તેઓ ત્રણેય યુવાનો તા.૨૪ શનિવારની રાત્રે બારેજાથી કામ પૂરું કરી મોટર સાયકલ પર પરત માતર આવી રહ્યા હતા.આ દરમ્યાન ખેડાથી માતર તરફ આવતા હતા ત્યારે ખોડીયાર ચોકડી જય માડી હોસ્પિટલ નજીક ગરનાળાનું કામ ચાલતું હોય રાત્રે અંધારું હોય મોટરસાયકલ ગરનાળાના સિમેન્ટના ભુંગરા સાથે અથડાઈ હતી. 

જેથી બાઇક સવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. જે પૈકી કૌશિક મહેશભાઈ વસાવા (ઉંમર ૧૮ વર્ષ) સિમેન્ટના ભૂંગળા સાથે અથડાતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે વિજયભાઈ કરસનભાઈ ભાભોર તેમજ પ્રજ્ઞોશ પ્રદીપભાઈ ડબગરને ઇજા થતા ૧૦૮ માં સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી બંનેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મહેશભાઈ સોમાભાઈ વસાવાની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News