Get The App

રેશનિંગનું અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં આરોપીઓના 2 દિવસના રીમાન્ડ મંજૂર

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
રેશનિંગનું અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં આરોપીઓના 2 દિવસના રીમાન્ડ મંજૂર 1 - image


- બોગસ ફિંગર પ્રિન્ટના આધારે બારોબાર અનાજ ઉપાડી લેતા હતા

- નડિયાદમાંથી ભાજપના પૂર્વ નગરસેવક અને કોમ્પ્યુટર ઓપરેટરે કૌભાંડ આચર્યું હતું

નડિયાદ : ભાજપનો કાઉન્સિલર અને કોમ્પ્યુટર ઓપરેટરે મોટીમાત્રામાં અનાજ કૌભાંડ આચર્યું હોવાનો સનસનાટી ભર્યો કિસ્સો ગતરોજ શહેર પોલીસ ચોપડે નોધાયો હતો. રાજ્યના પુરવઠાની ટીમે દરોડો પાડી સમગ્ર કૌભાંડને ખુલ્લુ પાડયુ હતું. ઝડપાયેલા બન્ને આરોપીઓને આજે નડિયાદની કોર્ટમાં રજૂ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને કઈ રીતે આ કૌભાંડને અંજામ આપતા હતા અને કેટલાય સમયથી તે દીશામાં તપાસ હાથ ધરી છે.

ગત ૨૩મી ફેબ્આરીની સાંજે રાજ્યના સ્ટેટ પુરવઠા વિભાગે ખેડા જિલ્લાના નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસે અમદાવાદી દરવાજા બહાર આવેલ સંજય રમેશચંદ્ર સચદેવની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં મોટાપ્રમાણમાં ગેરરીતિ થતી હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડો પાડતા સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા.

 આ સસ્તા અનાજની દુકાન નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર એવા સંજય રમેશચંદ્ર સચદેવની હતી. જેનુ લાયસન્સ પણ હતું.ગાંધીનગરના અન્ન અને નાગરિક પુરવાઠા નિયામકે ઓચિંતો છાપો મારી તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરરીતિઓ ઝડપાઈ હતી. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ સમગ્ર ઘટના અંગેની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્પને સોંપાઈ છે.

ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્પ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૨ દિવસમાં રીમાન્ડ મંજૂર થયા છે. આ ૨ દિવસ દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસે સમગ્ર ઘટના અંગે મહત્વની કડીઓ મેળવી જરૂરી પૂછપરછ અને પુરાવા મેળવવા પ્રયાસ કરાશે. આ મામલે તપાસ અધિકારી પીઆઈએ જણાવ્યું કે, રિમાન્ડ દરમિયાન આ કઈ રીતે એટલે કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી શુ હતી, કેટલા સમયથી કરી રહ્યા હતા અન્ય કોઈ છે કે કેમ અત્યાર સુધી કેટલુ અનાજ સગવગે કર્યું છે જેવી બાબતોની પુછપરછ થશે.


Google NewsGoogle News