માતર, મહેમદાવાદ અને ઠાસરાના 166 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
- ખેડા લોકસભા બેઠક માટે
- 85 વર્ષથી વધુ વયના 109 તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 57 મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું
ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના તેમજ ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા સુવિધા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે ૧૭-ખેડા લોકસભા મતવિસ્તારના ૧૧૫-માતર, ૧૧૭-મહેમદાવાદ અને ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારોમાં દિવ્યાંગ તથા વરીષ્ઠ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘરે પહોંચ્યું હતું.
જેમાં માતર વિધાનસભા મતવિસ્તારમાં ૫૩ વરીષ્ઠ અને ૩૦ દિવ્યાંગ મતદારો, મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારમાં ૩૪ વરીષ્ઠ અને ૧૧ દિવ્યાંગ, ઠાસરા વિધનસભા મતવિસ્તારમાં ૬૫ વરીષ્ઠ અને ૨૦ દિવ્યાંગ મતદારો નોંધાયા હતા. જે પૈકી માતરમાં ૫૦ વરીષ્ઠ અને ૨૯ દિવ્યાંગ, મહેમદાવાદમાં ૩૩ વરીષ્ઠ અને ૧૧ દિવ્યાંગ તથા ઠાસરામાં ૨૬ વરીષ્ઠ અને ૧૭ દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦૯ અને ૪૦ ટકા કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૭ મતદારોઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૯ એપ્રિલના રોજ ૧૧૬-નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં તથા તા.૩૦ એપ્રિલના રોજ ૧૧૮- મહુધા અને ૧૨૦-કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં હોમ વોટિંગ યોજાશે.