ચકલાસી, ડભાણ અને હીરાચંદની મુવાડીમાંથી 16 જુગારી ઝડપાયા
- જુગારના 3 અડ્ડા પર દરોડો
- રોકડ, રિક્ષા અને ટુવ્હીલર સહિત 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત
ચકલાસીના વાળંદ ફળિયામાં સોમવારે અડધી રાત્રે જાહેરમાં જુગાર રમતા મહમદ રફીક યુસુફભાઈ વહોરા, પ્રવીણભાઈ રતિભાઈ સોલંકી, વિરલ ઉર્ફે જાડો ભરતભાઈ વાઘેલા, રવિભાઈ રાહુલભાઈ રાવળ અને આરીફ સાબિર મિયાં મલેકને ચકલાસી પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂ.૭,૧૫૦ રોકડ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
તેમજ ડભાણ-સિલોડ રોડ પર સ્મશાન સામે આવેલા જૂના તબેલામાં જુગાર રમતા ફિરોજ અમીરખાન પઠાણ, રમેશ રાવજીભાઈ પરમાર, મહેશ સોમાભાઈ વસાવા, વસીમ અબ્બાસભાઈ મલેક અને ઉસ્માન ગની ઉર્ફે મુન્નો ઈબ્રાહીમભાઇ વહોરાને નડિયાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રોકડ રૂ.૫,૭૫૦, એક રિક્ષા અને એક ટુવ્હીલર સહિત કુલ રૂ.૧.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
ઉપરાંત હીરાચંદની મુવાડી ગામે બહુચર માતાના મંદિર નજીક જુગાર રમતા ધર્મેદ્રકુમાર રાયસંગભાઇ વાઘેલા, મંગાભાઇ લાખાભાઇ પરમાર, શૈલેષભાઇ કાનજીભાઇ વાઘેલા, અજયભાઈ રાકેશભાઇ વાઘેલા, જગદીશભાઇ હિંમતભાઇ વાઘેલા અને રાહુલભાઇ ભારમલભાઇ ચુનારાને મહેમદાવાદ પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂ.૧,૮૬૦ રોકડ જપ્ત કરી છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.