નવા ગાજીપુર વાડા અને સલુણ વાંટામાંથી 15 જુગારી ઝડપાયા
- ખેડા જિલ્લામાં જુગારના 2 અડ્ડા પર દરોડા
- 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
એલસીબી ખેડા પોલીસ નડિયાદ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, નડિયાદ નવા ગાજીપુર વાડામાં રહેતા વસીમબેગ મુનાવરબેગ મિર્ઝા પોતાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બહારના લોકોને બોલાવી પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમાડે છે.
જેથી એલસીબી પોલીસે રેઇડ પાડીને જુગાર રમતા દસ શખ્સો વસીમબેગ મુનવરબેગ મીરઝા, ગુલામ અફતાબમિયાં મલેક, જાવેદ ઉર્ફે કપિલ મસ્તાનમીયા શેખ, સરફરાજ ઉર્ફે ટેમ્પી, તારીકહુસેન મલેક, સિરાજ મલેક, કુદૂસખાન પઠાણ, અનવરહુસેન મલેક, ઇનાયતહુસેન મલેક અને અયુબખાન પઠાણને ઝડપી પાડયા હતા.
તેમની અંગ ઝડતીમાંથી રૂ. ૮,૧૨૦ તેમજ દાવ ઉપરથી રૂ. ૨,૧૦૦ મળી કુલ રૂ. ૧૦,૨૨૦ રોકડ તેમજ જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ શહેર પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત નડિયાદ ગ્રામ્ય પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સલુણ વાંટા, બળિયાદેવ ભાગોળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા જગદીશ ઉર્ફે જગો શંકરભાઈ ઠાકોર, ગુરુશરન રામાભાઇ બારોટ, રમેશભાઇ તળપદા, રમેશ તેમજ કેવલ તળપદાને ઝડપી પાડયા હતા.
તેમની અંગજડતી માંથી રૂ. ૭,૮૦૦ તેમજ દાવ ઉપરથી રૂ. ૨,૨૯૦ મળી કુલ રૂપિયા રૂ. ૧૦,૦૯૦ રોકડ, જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.