બાલાસિનોર સહિત ખેડાના 4 તાલુકામાં 134 તળાવોમાં પાણી ભરાશે
- મહી નદીના નીરનો 125 ગામોને લાભ મળશે
- 618 કરોડના ખર્ચે પાઈપલાઈન નાંખવાના કામનું આજે મુખ્યમંત્રી નિરિક્ષણ કરશે
બાલાસિનોર : વણાકબોરી વિયરમાં સંગ્રહિત થયેલા મહીસાગર નદીના નીર બાલાસિનોર સહિત ખેડા જિલ્લાના ૪ તાલુકામાં આવેલા ૧૩૪ તળાવોમાં ભરવા માટે ૬૧૮ કરોડના ખર્ચે પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેનું નિરિક્ષણ કરવા મુખ્યમંત્રી શનિવારેઆવવાના છે.
નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ૬૧૮ કરોડના ખર્ચે બાલાસિનોર તાલુકામાં આવતા વણાકબોરી વિયરમાં સંગ્રહિત થતા મહીસાગર નદીના પાણીને નામનાર પાસે આવેલા ટોડિયા ગામ પાસેથી મોટી પાઇપ દ્વારા બાલાસિનોર તાલુકા અને ખેડા જિલ્લાના ગળતેશ્વર, કપડવંજ, ઠાસરા, કઠલાલ તાલુકાના ૧૩૪ તળાવો ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે હાલ યુદ્ધના ધોરણે કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે તા. ૩ ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બાલાસિનોર પાલિકાએ સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ પાઈપલાઈનના કામકાજના નિરીક્ષણ માટે જવાના હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે રૈયોલી કેમ્પ સાઈટ ખાતે જઈ ત્યાર બાદ ભાથલા ચોકડી અને ભાથલા ગામ ખાતે એમએસ પાઇપના નિરીક્ષણ બાદ બાલાસિનોર ખાતે આવેલી કચેરીઓની પણ મુલાકાત લઇ શકે છે. ત્યારે અધિકારીઓમાં પણ દોડધામ વધી ગઈ હતી.
કયા તાલુકાઓમાં કેટલા તળાવ ભરાશે તળાવો ભરાતા કેટલા ગામને લાભ મળશે
ક્રમ |
તાલુકો |
ગામને લાભ |
તળાવ
ભરાશે |
૧. |
બાલાસિનોર |
૪૦ |
૪૦ |
૨. |
ગળતેશ્વર |
૦૭ |
૦૮ |
૩. |
કપડવંજ |
૫૪ |
૬૧ |
૪. |
ઠાસરા |
૦૪ |
૦૫ |
૫. |
કઠલાલ |
૨૦ |
૨૦ |
કુલ |
પાંચ |
૧૨૫ |
૧૩૪ |