નડિયાદમાંથી 1.30 લાખની રોકડ સાથે 12 જુગારી ઝડપાયા

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
નડિયાદમાંથી 1.30 લાખની રોકડ સાથે 12 જુગારી ઝડપાયા 1 - image


- સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયો

- 5 જુગારી ફરાર, કુલ 17 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

નડિયાદ : નડિયાદનો સૌથી મોટો જુગારનો અડ્ડો ચલાવનારા પ્રવિણ ઠાકોરના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ૧૨ જુગારીયાઓને ઝડપી પાડયા હતા. જ્યારે પાંચ ભાગી જવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન  ૧.૩૦ લાખની રોકડ સહિત કુલ ૪.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

ગાંધીનગર ખાતેની વિજલન્સ પોલીસે ગતરોજ સમી સાંજે બાતમીના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડયો હતો. પશ્ચિમ વિસ્તારમાં આશીયાના પાર્ટી પ્લોટ પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં દરોડો પાડયો હતો. આ ખેતર રઈશ જશા મહિડા (રહે.નડિયાદ)ના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્યાં દરોડો પાડતા જુગારીયોમા નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી એક રિક્ષા ડ્રાઈવર સાથે ૧૧ લોકોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય લોકો ફરાર થયા હતા. આ દરોડો દરમિયાન મહમ્મદઇદ્રીશ અબ્દુલસત્તાર અલાદ (રહે.ઓરવાડ, મોટીપોસ્ટ ઓફીસ પાસે, દીવાન ફળીયુ, નડીયાદ શહેર), નરેશભાઇ નાગરભાઈ પ્રજાપતિ (રહે. વૈશાલી રોડ, જુનો ડુંગરાળ રોડ, જલારામ ઘંટીના ખાંચામાં, નડીયાદ શહેર), જહીરઅલી નજીરઅલી સૈયદ (રહે. નવા રાજીપુરા દરગાહની સામે, નડીયાદ શહેર) ઇમત્યાજહુશૈન ગુલામહુશૈન મલીક (રહે.સલુણ બજારની ગાંજીપુર, નડીયાદ શહેર, પ્રદીપભાઈ સોમાભાઈ પટેલ (રહે.દરીયાપુર, વાડીગામ, ગંગારામ પારેખની પોળ, અમદાવાદ શહેર), જહીરભાઈ મુરતુજાભાઈ શેખ (રહે. જુહાપુરા, સંકલીત નગર, અમદાવાદ શહેર), ચેતનભાઈ પુંજીરામ પટેલ (રહે. ઘોડાસર, સ્મ્તિ મંદિરની પાછળ, ધર્મભુમી પાર્ક, અમદાવાદ શહેર), મકબુલમીયાં અબ્બાસમીયાં ચૌહાણ (રહે.વાઘરીવાસ, પીપળીયા ભાગોળ, ઉમરેઠ તા.ઉમરેઠ જી.આણંદ), અબ્દુલરઝાક ઈબ્રાહીમભાઈ કુરેશી (રહે. ગોળ લીમડા ખાંટકીવાદ, ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેર), ઇમત્યાજભાઇ મેહમુદમીયાં શેખ (રહે. જુહાપુરા, સંકલીત નગર, ઇ-વોર્ડ અમદાવાદ શહેર), હાજીમહમ્મદ જાનમહમ્મદ શેખ (રહે.મન્સુરી બુટવાળાની ચાલી, રખીયાલ, અમદાવાદ શહેર), નોમાન ફિરોજભાઈ ખાનજી (રહે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, મરીડાભાગોળ, નડીયાદ શહેર)ના ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડ રૂપિયા સાથે મોબાઇલ ફોન તેમજ વાહનો મળી કુલ રૂપિયા ૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતોે. આ ટોકન પધ્ધતિથી જૂગાર રમવાનુ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર અને અન્ય મળી કુલ ૧૭ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં નહીં પકડાયેલા આરોપીઓ મીત પ્રવિણભાઇ ઠાકોર (રહે.ચંપા તલાવડી, નડીયાદ શહેર), રઇશ જશભાઇ ફતેસિંહ મહીડા (રહે.નડીયાદ શહેર), પ્રવિણ તેમજ વાહન ચાલકોના માલિકોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, ચંપા તલાવડી ખાતેનુ આ જુગારધામ વર્ષોથી ચાલી રહ્યુ છે અને આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર પ્રવિણ ઠાકોર નડિયાદ પશ્ચિમ, ટાઉન અને લોકલ ક્રાઈમ બ્રાંચના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓની રહેમનદર અને આશીર્વાદથી જ આ જુગારધામ ચલાવતો હતો. પરંતુ સ્ટેટ મોનીટરીંગની ટીમે સપાટો બોલાવી દેતા અંતે હવે સ્થાનિક પોલીસના નાક નીચેનું સૌથી મોટુ રેકેટ જાહેર થઈ ગયુ છે.આ સમગ્ર જુગારધામ આશીયાના પાર્ટી પ્લોટની પાછળના ખુલ્લા ખેતરમાં ઝડપાયુ છે. અત્રે જે ખેતરમાં આ જુગારધામ ચાલતુ હતુ, તે ખેતરના માલિક રઈશ મહીડાને આ જુગારધામ ચલાવતો પ્રવિણ ઠાકોર દૈનિક ૨૦૦૦ રૂપિયા ભાડુ ચુકવતો હતો. આ ઉપરાંત પ્રવિણ ઠાકોર પોલીસ વિભાગોને પણ સાચવતો હોવાની ચર્ચા છે.આ અડ્ડો એટલા મોટા પાયે ચાલતો હતો કે, અત્રે ખૂબ મોટી સંખ્યામાં દિવસ અને રાતભર લોકોની અવર-જવર રહેતી હતી. જેથી આ ખેતરના સ્થળ પર શકુનીઓને લાવવા માટે પ્રવિણ ઠાકોરે સ્પેશિયલ રીક્ષાઓ રાખી હતી, જે રીક્ષાઓ મારફતે તે રેગ્યુલર જે ખેલીઓ આવતા હતા, તેમને લાવવા અને મૂકવાની વ્યવસ્થા કરતો હતો.


Google NewsGoogle News