Get The App

ખેડાની પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર ધોળકાના આરોપીને 10 વર્ષની કેદ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ખેડાની પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર ધોળકાના આરોપીને 10 વર્ષની કેદ 1 - image


- નડિયાદ સેશન્સ કોર્ટે રૂા. 25 હજારનો દંડ પણ ફટકાર્યો

- દંડમાંથી 15 હજાર અને વળતર પેટે રૂા. 1 લાખ ભોગ બનનાર પીડિતાને ચૂકવી આપવા હુકમ કરાયો

નડિયાદ : ખેડાની પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યાના કેસમાં ધોળકાના આરોપીને નડિયાદ સેશન્સ કોર્ટે ૧૦ વર્ષની સજા અને રૂા. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ કોર્ટે દંડની રકમમાંથી રૂા. ૧૫ હજાર અને રૂા. ૧ લાખ ભોગ બનનાર પીડિતાને ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, આરોપી ફારૂક દિલાવર ઉર્ફે ભુપતભાઈ શેખ (રંગવાલા) (ઉ.વ.૩૦) (રહે. ધોળકા, મપારાવાડ, ધોળકા)એ ભોગ બનનાર પીડિતાને (ઉ.વ.૨૯)ને લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારના દિકરા (ઉ.વ.૪)ને સારી રીતે રાખીશ તેવી ખાતરી આપી લઈ ગયો હતો. તા.૦૩/૧૨/૨૦૧૮થી તા.૩૧/૧૨/૨૦૧૮ના સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેણીની મરજી વિરુદ્ધ પીડિતા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. 

આ બાબતની ભોગ બનનાર પીડીતાએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ-૩૭૬ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. આ કેસની ચાર્જશીટ ખેડા જિલ્લાના સેશન્સ કોર્ટ જજ એસ.પી.રાહતકરની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં સરકારી વકીલની દલીલો તેમજ ફરિયાદ પક્ષે સાહેદોના મૌખિક પુરાવા તેમજ ૧૮ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ સેશન્સ જજે આરોપીને સજા ફટકારી છે. જેમાં ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(એન) મુજબના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૨૫,૦૦૦નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા, દંડની રકમમાંથી ભોગ બનનારને રૂ. ૧૫,૦૦૦ ચૂકવી આપવાનો તેમજ ભોગ બનનારને રૂ. ૧,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.


Google NewsGoogle News