Get The App

બાલાસિનોરમાં માર્ગો ઉપર કચરો ફેંકનારા 10 દુકાનદારો દંડાયા

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
બાલાસિનોરમાં માર્ગો ઉપર કચરો ફેંકનારા 10 દુકાનદારો દંડાયા 1 - image


- આગામી દિવસોમાં પાલિકા દ્વારા ઝૂંબેશ તેજ કરાશે

- રાજપુર દરવાજાથી બસ સ્ટેશન રોડ ઉપર જાહેરમાં કચરો નાંખી અને ગંદકી કરનારા સામે કાર્યવાહી

બાલાસિનોર : બાલાસિનોરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ વિરુદ્ધ નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. બે દિવસ પહેલા નગરપાલિકા ૧૦ જેટલા દુકાન માલિકોને દંડ ફટકાર્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા લોકોમાં ડર ઉભો થયો છે.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા તારીખ ૨૦/૦૬/૨૦૨૪ના રોજ બાલાસિનોર નગરના રાજપુરી દરવાજાથી બસ સ્ટેશન રોડ પર જાહેર રસ્તા પર કચરો ફેકવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રજવાડી ટી સ્ટોલ, સાહિલ જનરલ સ્ટોર, અલ્તાબ પાન કોર્નર, કનૈયા નાસ્તા હાઉસ, ભોલેનાથ ફાલુદા વિગેરેને દંડ કરવાંમાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હતી. તેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. બાલાસિનોર નગરપાલિકાની ટીમ દ્વારા નગરમાં તપાસ કરવામાં આવતાં જાહેરમાં કચરો નાખવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

જે મામલે કચરો નાખી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 

આગામી દિવસોમાં પણ આ જ રીતે નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે અને ગંદકી ફેલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે.


Google NewsGoogle News