માતરના રતનપુર ગામેથી જુગાર રમતા 10 જુગારિયા ઝડપાયા
- મુખી ફળિયામાં પાનાપત્તાનો જુગાર રમતા હતા
- પોલીસે રૂા. 15 હજારની મત્તા જપ્ત કરી તમામ સામે જુગારધારાની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી
માતર પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન બાતમી આધારે પોલીસે રતનપુર મૂખી ફળિયામાં દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતા બસીરમીયા પીરસાબમીયા મલેક, મુકદ્દરખાન અહેમદખાન પઠાણ, ઈકબાલમીયા રસુલમીયા મલેક, રજબીખાન ઇમામખાન પઠાણ, રિયાઝખાન યાસીનખાન પઠાણ, ઈકબાલમીયા સિકંદરમીયા બેલીમ, ફારૂકખાન હુસેનખાન પઠાણ, સલીમખાન મોહમ્મદખાન પઠાણ, મુસ્તફાખાન ઉર્ફે કિલર યાસીનખાન પઠાણ તથા સાબીરભાઈ ફકીર મહંમદ કુરેશી (તમામ રહે, રતનપુર) ને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલ રકમ રૂ. ૪,૩૨૦ તથા અંગજડતીની રકમ રૂ.૧૦,૯૮૦ મળી કુલ રૂ.૧૫,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવ સંદર્ભે પોલીસે દસયે ઈસમોની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.