વડાલા અને મિત્રાલમાંથી 10 જુગારીઓ ઝડપાયા, 3 ફરાર

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
વડાલા અને મિત્રાલમાંથી 10 જુગારીઓ ઝડપાયા, 3 ફરાર 1 - image


- જુગારના 2 અડ્ડા પર દરોડો 

- રૂ. 96 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી તમામ સામે ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા જિલ્લામાં જુગારના બે અડ્ડા પર દરોડા પાડી ખેડા તથા માતર પોલીસે જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી તથા દાવ પરથી મળી કુલ રૂ.૯૬,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખેડા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વડાલા ગામની સીમમાં આવેલા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં આવેલા બાવળની અંદર કેટલાક લોકો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી તેઓને મળી હતી.

જેના આધારે પોલીસે દરોડો પાડી શક્તિસિંહ વિક્રમસિંહ પરમાર, ચીરાગભાઇ લાલજીભાઇ પારેખ, કનુભાઇ ઉર્ફે ભગવાન બુધાભાઇ ડાભી, વિજયભાઇ ઉર્ફે કલમ ભીખાભાઇ ગોહેલ તેમજ અજયકુમાર રમેશભાઇ ઠાકોરને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવ પરની રકમ મળી કુલ રૂ.૮૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે માતર સર્કલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, મિત્રાલ ગામે ઇન્દિરાનગરીમાં રહેતા ચીમનભાઈ વાધાભાઈ પરમાર કેટલાક શખ્સોને ભેગા કરી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડે છે. 

જેના આધારે રેઇડ પાડીને ફિરોજખાન મીસરીખાન પઠાણ, ઇનાયતમિયા રહીમમિયા મલેક, કાલુમિયા અબ્દુલમિયા ચૌહાણ, યુસુફખાન સરીફખાન પઠાણ, ભરતભાઇ ઉદેસિંગભાઇ પરમારને ઝડપી પાડયા હતા. જ્યારે જુગાર રમાડતા ચીમનભાઇ વાઘાભાઇ પરમાર, સંજયભાઇ વિનુભાઇ તળપદા, ગોવિદભાઇ ફતાભાઇ તળપદા તેમજ અન્ય જુગારીઓ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. 

માતર સર્કલ પોલીસે તેમની અંગજડતી દરમિયાન તથા દાવ પરની રકમ મળી કુલ રૂ.૧૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ખેડા ટાઉન પોલીસ તથા વસો પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News