Get The App

વડોદરા જિલ્લાના ભૂગર્ભમાં વોટર લેવલમાં 1 થી 11 મીટર સુધીનો વધારો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લાના ભૂગર્ભમાં વોટર લેવલમાં 1 થી 11 મીટર સુધીનો વધારો 1 - image


- સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિપોર્ટ મુજબ

- સૌથી વધુ અટલાદરાના ભૂગર્ભ જળસ્તરમાં વધારો, ટુંડાવ, ચાણસદ સહિત ૨૫ ગામોનાં પણ જળસ્તર વધ્યા

વડોદરા : સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા કરવામાં આવેલા સંશોધનના રિપોર્ટમાં વડોદરા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહનું પ્રમાણ વધતા ભૂગર્ભ જળસ્તરમાં ૧૧ મીટર સુધીની વૃદ્ધિ નોંધાઇ છે. આ કેન્દ્રીય સંસ્થા દ્વારા જિલ્લાના ૨૫થી વધુ ગામોમાં વર્ષ-૨૦૨૧થી તબક્કાવાર ઉનાળા અને ચોમાસા દરમિયાન ટયુબવેલ, બોરવેલ અને કૂવામાં પાણીની ઉંડાઇના માપ લેવામાં આવ્યા હતા. ભૂગર્ભ જળના ોતો માટે એવા ગામો અને સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા કે જે નદી કે સરોવરથી દૂર હોય અને જીવંત હોય.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ભૂગર્ભ જળના સ્તરમાં થઇ રહેલા ફેરફારો નોંધવા માટે સમગ્ર ગુજરાતમાં ૮૫૦થી વધુ સ્થળોએ કૂવા, ટયુબવેલ, અને બોરવેલમાં નિયત સાધનો બેસડવામાં આવ્યા છે. તે પૈકી વડોદરા જિલ્લામાં ૨૫થી વધુ સ્થળો ગામોને પસંદ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તર વૃદ્ધિનું સૌથી સારુ પ્રમાણ અટલાદરામાં નોંધાયું છે. વર્ષ-૨૦૨૩ના ઉનાળામાં અહીં ૧૯.૧૦ મીટર ઉંડુ પાણી હતું. 

તેની સામે વર્ષ ૨૦૨૪ના ઉનાળામાં ૭.૮૦ મીટરે નોંધાયું હતું. અહીં એમબીજીએલથી ૧૧.૩ મીટરની વૃદ્ધિ નોંધાઇ હતી.

સાવલી તાલુકાના ટુંડાવ ગામે પણ સારું પરિણામ જોવા મળ્યું છે. અહીં વર્ષ-૨૦૨૧ના ઉનાળા દરમિયાન ભૂગર્ભ જળની ઉંડાઇ જમીનના ઉપલા સ્તરથી ૧૧ મીટર નીચે જણાઇ હતી. આ જ પ્રમાણ વર્ષ-૨૦૨૪ના ઉનાળામાં ૭ મીટર નોંધાયું છે. એનો મતબલ કે જમીનમાં પાણીનું સ્તર ચાર મીટર ઉંચું આવ્યું છે. આ સ્તરને મીટર બિલો ગ્રાઉન્ડ લેવલ તરીકે માપવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આ સ્તર ૨૨ થી ૫૬ મીટર વચ્ચે છે. પાદરા તાલુકાના ચાણસદમાં ગ્રીષ્મ-૨૦૨૧માં ૬.૯૦ મીટર નીચે જળ હોવાની સામે આ ઉનાળામાં ૪.૪૦ મીટરનું પ્રમાણ નોંધાયું હતું. અહીં ત્રણ વર્ષમાં અઢી મીટરની વૃદ્ધિ નોંધાઇ છે. 


Google NewsGoogle News