Get The App

આશ્રમે જતા ન હોવાના મનદુઃખના કારણે શિષ્ય પર ગુરૂ સહિત બે સાધુનો હુમલો

- જૂનાગઢના વડાલ રોડ પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિરે

- ગુરૂએ શિષ્યની જટા પણ કાપી નાખી

Updated: Oct 28th, 2021


Google News
Google News
આશ્રમે જતા ન હોવાના મનદુઃખના કારણે શિષ્ય પર ગુરૂ સહિત બે સાધુનો હુમલો 1 - image


ઇજાગ્રસ્ત સાધુને પોલીસે આવી સારવારમાં ખસેડયા 

જૂનાગઢ : જૂનાગઢનાં વડાલ રોડ પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતેના આશ્રમે આવતા ન હોવાથી ગુરૂ અને અન્ય એક સાધુએ શિષ્ય પર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા કરી હતી.અને ગુરૂએ શિષ્યની જટા કાપી નાખી હતી.આ અંગે જાણ થતાં પોલીસે ત્યાં જઈ ઇજાગ્રસ્ત સાધુને સારવારમાં ખસેડયા હતા.આ અંગે ફરિયાદ થતા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ મૂળ બ્રભેણી  રિશીમંગલ આશ્રમમાં ઓકિશાના અને હાલ ભવનાથમાં રહેતા સોહનગીરી ગુરૂ દિગંબર રમેશગીરી પરિક્રમા અને શિવરાત્રી મેલા વખતે વડાલ રોડ પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આવેલા આશ્રમે રોકાતા  હતા.તેઓ અગાઉ બીમાર પડયા અને હરિદ્વાર ખાતે દાખલ હતા.ત્યારે તેના ગુરૂએ કોઈ મદદ કરી ન હતી.આથી સોહનગીરી નિલકંઠ મહાદેવ મંદિર આશ્રમે જતા ન હતા.

તથા તા.૨૫ના સોહનગીરી ભવનાથમાં હતા ત્યારે તેના ગુરૂ રમેશગીરીનો ફોન આવ્યો હતો.આથી સોહનગીરી નિલકંઠ મંદિર આશ્રમે ગયા હતા.ત્યાં જતા જ ગુરૂ રમેશગીરીએ ગાળા ગાળી કરી હતી.સોહનગીરીએ ઝઘડો કરવા ના પાડતા શિવપુરીએ આશ્રમમાંથી છરી લઈ આવી સોહનગીરીને બંને  પગમાં મારી દીધી હતી. સોહનગીરી ત્યાંથી ભાગવા જતા શિવપુરીએ પકડી લીધો હતો.અને ગુરૂ રમેશગીરીએ સોહનગીરીની જટા કાપી નાખી હતી.અને માથામાં ધોકો માર્યો હતો.સોહનગીરી સાથે ગયેલા શિવગિરી વચ્ચે પડતા બંનેએ તેને પણ ગાળો કાઢી ધક્કા મારી કાઢી મુક્યો હતો.શિવગીરીએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ત્યાં પહોંચી હત્તી.અને ઇજાગ્રસ્ત સોહનગીરીને સારવારમાં ખસેડયા હતા. આ અંગે સોહનગીરીએ પોતાના ગુરૂ રમેશગીરી ગુરૂ મહંત રાજગીરી મહારાજ અને શિવપુરી ગુરૂ નારાયણપુરી સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
JunagadhTwo-monks-including-a-guru-attackedTwo-monks

Google News
Google News