Get The App

ગુજરાતના ખરાબ રોડ રસ્તાથી બચવા ભાજપના મંત્રીએ ટ્રેન-પ્લેન દ્વારા મુસાફરી પ્લાન કરી!

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Bad Roads In Gujarat
Representative image

Bad Roads In Gujarat: ગિરનાર પર વર્ષોથી વીજ સમસ્યા હતી. વીજ સમસ્યાના નિવારણ માટે ઓવર હેડ વીજ લાઈનની ક્ષમતા વધારી અંડરગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવાના 7.92 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉર્જા મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ હતું. આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી રૂબરૂ જૂનાગઢ આવ્યા હતા. પરંતુ ગાંધીનગરથી જૂનાગઢ સુધીના રસ્તાઓ ખરાબ હોવાના કારણે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ટ્રેન મારફત વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા હતા. બાદમાં જૂનાગઢથી રોડ મારફત અમરેલી પહોંચી ત્યાંથી વિમાનમાં સુરત ગયા હતા.

સ્ટેટ અને નેશનલ હાઈવેની પણ બદતર હાલત

રસ્તાઓની ખરાબ હાલત એટલી હદે છે કે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ગામડાઓના રસ્તા તો ઠીક પરંતુ સ્ટેટ અને નેશનલ હાઈવેની પણ બદતર હાલત થઈ ગઈ છે. ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ખરાબ રસ્તાઓનો ભોગ બનવું ન પડે તે માટે જૂનાગઢના કાર્યક્રમમાં ટ્રેન મારફત આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતનો હચમચાવતો કિસ્સો, 16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી


ખરાબ રસ્તાઓના કારણે કેટલી મુશ્કેલી થાય છે તેનો ઉત્તમ દાખલો

ગત રાત્રે અમદાવાદથી ટ્રેનમાં બેસી વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા હતા. બાદમાં ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે નવરાત્રિ નિમીતે પૂજા- અર્ચન કરી નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણનો કાર્યક્રમ પુરો કરી બાદમાં અમરેલી જવા માટે રવાના થયા હતા. અમરેલીથી પ્લેનમાં સુરત પહોંચ્યા હતા. ખરાબ રસ્તાઓના કારણે કેટલી મુશ્કેલી થાય છે તેનો ઉત્તમ દાખલો મંત્રીના પ્રવાસ પરથી નક્કી થાય છે.

ગુજરાતના ખરાબ રોડ રસ્તાથી બચવા ભાજપના મંત્રીએ ટ્રેન-પ્લેન દ્વારા મુસાફરી પ્લાન કરી! 2 - image


Google NewsGoogle News