Get The App

ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા માથાંદીઠ આદર્શ કરતાં ઓછી- માત્ર 35 કરોડ

Updated: Jun 5th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા માથાંદીઠ આદર્શ કરતાં ઓછી- માત્ર 35 કરોડ 1 - image


જૂનાગઢમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વખતે સોચનીય ટિપ્પણી : સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન પર પ્રતિબંધ મુકવાના બદલે લોકોને તેનો ઉપયોગ નહીં કરવાની સલાહ : દેશમાં માથાંદીઠ વૃક્ષોની સંખ્યા 28 છે, 

જૂનાગઢ, : જૂનાગઢમાં આજે કૃષિ યુનિ. ખાતે વિધાનસભાના નાયબ દંડકના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલપતિએ કહ્યું કે ગુજરાતના 35 કરોડ વૃક્ષો નોંધાયેલા છે પરંતુ માથાદીઠ હોવા જોઈએ તેની સરખામણીએ આ સંખ્યા ઓછી છે. લોકોને વૃક્ષ વાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી હતી.

જૂનાગઢ કૃષિ યુનિવસટીના ઓડિટોરિયમ ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કલાઇમેટ ચેન્જના કારણે  તુ ચક્ર બદલાયું છે તેની માનવ જીવન પર વિપરીત અસર થઈ રહી છે. વિકાસની સાથે પર્યાવરણને નહીવત અસર થાય તે રીતે કામ કરવુ પડશે. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ ન કરવા સલાહ આપી હતી. પરંતુ શ્રોતાઓમાં ગણગણાટ હતો કે સરકાર આવા પ્લાસ્ટીકના ઉત્પાદન પર પ્રતિબંધ ફરમાવતી નથી અને લોકોને તેનો ઉપયોગ ન કરવા અંગે સલાહ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં કુલપતિએ વૃક્ષોના વાવેતર અને તેના જતન પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'સમગ્ર વિશ્વમાં , 3.04  ટ્રીલીયન, ભારતમાં 34.4 બિલિયન અને ગુજરાતના 35 કરોડ વૃક્ષ નોંધાયેલા છે, જે માથાદીઠ વસ્તીની સરખામણીએ ઓછા કહી શકાય છે.' નોંધનીય છે કે દેશમાં માથાંદીઠ વૃક્ષોની સંખ્યા 28 છે, જે પણ ઓછી ગણાય છે ત્યારે ગુજરાતમાં 6  કરોડની વસતી સામે ફક્ત 35 કરોડ વૃક્ષ જ હોવા તે મનોમંથન માગી લેનારી વાસ્તવિકતા છે.  આ કાર્યક્રમમાં પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞાા લેવડાવવામાં આવી હતી તેમજ પર્યાવરણ જાગૃતિ સંદર્ભમાં મિશન લાઈફ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.


Google NewsGoogle News