Get The App

કેશોદ એરપોર્ટનું 12 મીએ લોકાર્પણ મુંબઈ જવાની ફ્લાઈટ શરૂ થશે

Updated: Mar 2nd, 2022


Google NewsGoogle News
કેશોદ એરપોર્ટનું 12 મીએ લોકાર્પણ મુંબઈ જવાની ફ્લાઈટ શરૂ થશે 1 - image


જૂનાગઢ : ઉડાન અંતર્ગત આગામી તા. 12 માર્ચના કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રીની ઉપસ્થિતીમાં ઉદઘાટન કરવામાં આવશે. એ સાથે કેશોદ મુંબઇ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે.એલાયન્સ એરની ફ્લાઇટ રોજ આવન જાવન કરશે.પરંતુ હજુ તેના સમય,ટિકિટના દર સહિતની બાબત જાહેર થઈ નથી.

કેશોદ એરપોર્ટ પર છેલ્લા બે દાયકાથી ફ્લાઇટ બંધ છે.એપ્રિલ૨૦૧૯ માં અમદાવાદ કેશોદ વચ્ચે ફ્લાઇટ શરૂ થવાનું નક્કી થયું હતું.પરંતુ  પુરતી સુવિધાના અભાવે  મોકૂફ રહ્યું હતું. અને કેશોદ એરપોર્ટને ધઉડાનધ અને   પ્રાદેશિક જોડાણ અંતર્ગત  અંદાજે  ૨૫  કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યું હતું.જે તૈયાર થઈ જતા નાગરિક ઉડયન વિભાગ દ્વારા આગામી તા.૧૨ માર્ચના કેશોદ એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવશે. 

જેમાં કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રી જ્યોતિરદિત્ય સિંધીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા,તેમજ અન્ય આગેવાનો  ઉપસ્થિત રહેશે.અને એરપોર્ટ પરથી કેશોદ મુંબઇ વચ્ચેની ફ્લાઈટનો પ્રારંભ થશે.આ એલાયન્સ એરની ફ્લાઇટ શરૂ થશે.હજુ તેનું સમયપત્રક અને ટિકિટના દર જાહેર થયા નથી.

આ અંગે સાંસદ રાજેશભાઈએ જણાવ્યું હતું કે ઉડાન સ્કીમ અંતર્ગત તા. 12ના કેશોદ એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવશે. આમ બે દાયકા જેટલા સમયથી બંધ કેશોદ એરપોર્ટ પર નિયમિત ફ્લાઇટ શરૂ થવાથી સોમનાથ, સાસણ,જૂનાગઢ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને તેનો લાભ મળે એવી શક્યતા છે.

છેલ્લે ઓક્ટો. 2000ના વર્ષમાં કેશોદ એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉડી હતી

જૂનાગઢનાં નવાબે 1930 માં 450 એકર જમીનમાં  કેશોદ એરપોર્ટ  બનાવ્યું હતું. નવાબ આ એરપોર્ટ પરથી જ પાકિસ્તાન ગયા હતા.આ એરપોર્ટ પર અગાઉ નિયમિત ફ્લાઇટ ચાલતી હતી.છેલ્લે ઓક્ટો.૨૦૦૦ માં કોમશયલ ફ્લાઇટ ઉડી હતી.ત્યારથી એરપોર્ટ પર કોમશયલ ફ્લાઇટ બંધ છે.કોઈ વીઆઈપી આવે ત્યારે તેના પ્લેન ઉતરાણ કરે છે.આમ બે દાયકા કરતા વધુ સમય બાદ કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે.


Google NewsGoogle News