નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કૌભાંડ મામલે મુખ્યમંત્રીને મોકલાયો રીપોર્ટ
- અલગ-અલગ રીતે માર્કસ વધારવાનું ચાલતું હતું કૌભાંડ
- એક વિદ્યાર્થીની પેપરમાં બહાર આવેલ હકીકત બાદ તપાસ કમિટી બનાવી અને હજુ તપાસ ચાલતી હોવાનો કરવામાં આવ્યો રીપોર્ટ
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવસટીમાં કથિત માર્કસ વધારવાના કૌભાંડ મામલે સરકારે ગંભીર નોંધ લીધી છે અને યુનિવસટીના વાઈસ ચાન્સેલર પાસે રીપોર્ટ મંગાવ્યો છે. જેથી તેમના દ્વારા કલેક્ટર અને મુખ્યમંત્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થીનીનાં પેપરમાં બહાર આવેલી હકીકત બાદ તપાસ કમિટી બનાવવામાં આવી અને હજુ તપાસ ચાલુ કરવામાં આવી હોય અને હજુ તે અંગેની તપાસ ચાલી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નરસિંહ મહેતા યુનિવસટીમાં પેપરમાં માર્કસ વધારવાના બાદ કૌભાંડ થી સરકાર ચોંકી ઉઠી છે. આ મામલે જિલ્લા કલેક્ટર તથા મુખ્યમંત્રીએ આ અંગે નરસિંહ મહેતા યુનિવસટીના વાઈસ ચાન્સેલર પાસે તાત્કાલિક અહેવાલ માંગ્યો છે. યુનિવસટીમાં માર્કસ વધારવા માટેનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જેમાં અનેક ફેકલ્ટીઓમાં મસમોટા આથક વહીવટો કરી માર્કસ વધારવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. રી-એસમેન્ટ, ડેટા એન્ટ્રી સહીતના અનેક રીતે આ કૌભાંડ કરવામાં આવતું હતું.
નરસિંહ મહેતા યુનિવસટીની ગ્રાન્ટેડ અને ખાનગી બન્ને કોલેજના વિદ્યાર્થીઓના માર્ક્સ વધારવામાં આવ્યા હોવાની હકીકતો પણ સામે આવી રહી છે. જે અંગે તપાસ ચાલી રહી છે. તપાસ કમિટી દ્વારા નરસિંહ મહેતા યુનિવસટી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ સુધીના તમામ ડેટા એકત્ર કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હજુ તપાસ પૂર્ણ થઈ નથી, પરંતુ તપાસમાં શું હકીકત સામે આવશે અને સામે કે કેમ તે પણ એક સવાલ છે.
માર્કસ સુધારવાનુ કૌભાંડ માત્ર કોમ્પ્યુટર વિભાગના હંગામી કર્મચારીઓ ઉપરાંત અનેક અધીકારીઓની મીઠી નજર વગર આ શક્ય નથી તેવું શિક્ષણ વિભાગના લોકો પણ સ્વીકારી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ કોમ્પ્યુટર વિભાગના અનેક કર્મચારીઓની યુનિવસટીના સત્તાધીશો દ્વારા બદલી પણ કરી નાખવામાં આવી છે અને અનેક કર્મચારીઓને છૂટા પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે સરકાર આ મામલે તપાસ કમિટીને તાત્કાલિક તપાસ પુર્ણ કરવાનો આદેશ કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી છે. માર્કસ સુધારવાના કૌભાંડથી હાલ તો નરસિંહ મહેતા યુનિવસટીની આબરૂનું ધોવાણ થયું છે.