Sardar Patel Jayanti : સરદારે મુત્સદ્દીગીરી વાપરી ન હોત તો જૂનાગઢનાં પ્રશ્નનો કોયડો કદાચ ન ઉકેલાયો હોત
સરદારે 13 નવે.ના આવી આ કોઈ ભાષણ આપવાનો પ્રસંગ નથી,હું જૂનાગઢનાં કોયડો ઉકેલવા આવ્યો છું તેમ કહ્યું હતું
આજે લોખંડી પુરૂષ સરદાર પટેલની જયંતિ ઉજવવવામાં આવે છે. જૂનાગઢ પર સરદારનું ઋણ હંમેશા રહેશે.જૂનાગઢનાં નવાબના પાકિસ્તાન સાથેના જોડાવાના નિર્ણય અંગેનો પ્રશ્ન હાથમાં લીધો ન હોત તો કદાચ જૂનાગઢમાં પણ હાલ કાશ્મીરની જેમ લોહી ઉકાળા કરવા પડતા હોત. જૂનાગઢને આઝાદી મળી તેમાં સરદાર પટેલનો સિંહફાળો છે.
સરદાર પટેલે મુત્સદ્દીગીરી દાખવી આઝઝી હુકુમતની સ્થાપના કરી
15 ઓગસ્ટ 1947ના સમગ્ર દેશ આઝાદ થયો હતો.પરંતુ જૂનાગઢનાં નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા નિર્ણય કરતા સર્વત્ર અંધાધૂંધિ ફેલાઈ હતી.આ સમયે સરદાર પટેલે મુત્સદ્દીગીરી દાખવી આઝઝી હુકુમતની સ્થાપના કરી હતી.અને જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાના જટિલ કોયડાનો ઉકેલ કર્યો હતો.
જૂનાગઢને આઝાદી મળી તેમાં સરદાર પટેલનો સિંહફાળો
આજે તા.31 ઓક્ટો.ના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી ઉજવવામાં આવશે.જૂનાગઢ સાથે સરદાર પટેલની વાતો જોડાયેલી છે.નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણય બાદ સરદાર પટેલે આ જટિલ પ્રશ્ન હાથ પર ન લીધો હોત તો કદાચ કાશ્મીરની જેમ જૂનાગઢમાં પણ હાલ લોહી ઉકાળા થતા હોત, જૂનાગઢને 9 નવે.1947ના આઝાદી મળ્યા બાદ સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા.અને તેઓએ બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું.જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ કોઈ ભાષણનો પ્રસંગ નથી.જૂનાગઢનાં કોયડાનો ઉકેલ લાવવા આવ્યો છું.નવાબને અવળી સલાહથી જૂનાગઢ ખાડામાં પડ્યું હતું.હવે સમજી ગયા છે.અમારી પ્રજાનું રક્ષણ કરવાની અમારી પુરી તાકાત છે.બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતા તલવાર ઉપાડવી જરૂરી છે.તેમ કહી લોકોને જુસ્સો ચડાવ્યો હતો.અને હજારો લોકોની તાળીઓના ગડગડાટથી કોલેજ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.આમ જૂનાગઢની આઝાદી માટે સિંહ ફાળો આપનારા સરદાર પટેલનું જૂનાગઢ પરનું ઋણ હંમેશા રહેશે.
કોઈનો અધિકાર છીનવવો નથી, પાક.જવા ઇચ્છુકોને તક પુરી પાડવી છે
બહાઉદીન કોલેજ ખાતે સભામાં સરદાર પટેલે જણાવ્યું હતું કે કોઈ મતદારનો મતાધિકાર છીનવવો નથી.મારે તો પાકિસ્તાન જવા ઇચ્છુકોને તક પુરી પાડવી છે.હવે જૂનાગઢને કોઈ પણ નધણીયાતું રહેવા દેવાય એમ નથી.