Get The App

લવ જેહાદના વિરોધમાં આક્રોશ સાથે બીલખા ગામ સજ્જડ બંધ

- વિહિપ,બજરંગદળ દ્વારા એસપીને આવેદનપત્ર અપાયું

Updated: Jun 24th, 2022


Google News
Google News
લવ જેહાદના વિરોધમાં આક્રોશ સાથે બીલખા ગામ સજ્જડ બંધ 1 - image

- દસ વર્ષથી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી રહેતો વિધર્મી શખ્સ અન્ય એક હિન્દુ યુવતીને ભગાડી જતાં રોષ

જૂનાગઢ


જૂનાગઢ તાલુકાના બીલખામાં દસ વર્ષથી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી રહેતો વિધર્મી શખ્સ એક હિન્દુ સમાજની વધુ એક યુવતીને ભગાડી જતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે.આજે બીલખાના લોકોએ રોષભેર બંધ પાળ્યો હતો.અને આ મુદ્દે વીહીપ બજરંગદળ દ્વારા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ તાલુકાના બીલખામાં રહેતા સરાફત હસન કાદરી નામના શખ્સે દસ વર્ષ પહેલાં એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા.અને તે યુવતી તેની સાથે રહતી હોવા છતાં આ વિધર્મી શખ્સે વધુ એક હિન્દુ યુવતીને ભોળવી તા.૨૨ ના ભગાડી ગયો હતો.આ મામલે બીલખા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.પરંતુ બનાવના ૪૮ કલાક બાદ પણ કોઈ પત્તો નથી.

લવજેહાદની આ ઘટનાના વિરોધમાં આજે બીલખાના લોકોએ રોષભેર બંધ પાળ્યો હતો.આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે એસપીને આવેદનપત્ર આપી આ શખ્સ હિન્દુ યુવતીઓની જીંદગી સાથે રમત કરી રહ્યો છે.આથી આ વિધર્મી  શખ્સને તાકીદે પકડી યુવતીને પરત લાવવામાં આવે એવી માંગ કરી છે.બીલખામાં અવારનવાર લવજેહાદની ઘટના બને છે.ત્યારે આવા શખ્સોને કાયદાનું ભાન કરાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.

Tags :
Love-JihadLove-Jihad-in-Junaghad

Google News
Google News