Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક પગપાળા ચાલીને જઈ રહેલા પર પ્રાંતીય યુવાનનું બાઇકની ઠોકરે કરુણ મૃત્યુ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક પગપાળા ચાલીને જઈ રહેલા પર પ્રાંતીય યુવાનનું બાઇકની ઠોકરે કરુણ મૃત્યુ 1 - image

જામનગર,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને પુર ઝડપે આવી રહેલા બાઇકના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ ઓરિસ્સાનો વતની અને હાલ જામનગરના વેપારી પ્રવીણભાઈ ગોરધનભાઈ જીવાણીની દેવ માર્બલ નામની કંપનીમાં મજૂરી કામ કરતો રૂગસર ભાસ્કરા નામનો 43 વર્ષનો પરપ્રાંતીય યુવાન ગત શુક્રવારે જાંબુડા પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલા જીજે 10 સી.આર. 9148 નંબરના બાઈકના ચાલક પ્રકાશ હમીરભાઈ પરમારે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે દેવ માર્બલના સંચાલક પ્રવીણભાઈ જીવાણીએ બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયાએ બાઈક ચાલક પ્રકાશ પરમાર સામે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News